Tuesday, September 21, 2021
Homeવડોદરા : ફોન-ઇન્ટરનેટ નથી એ‌વાં 18 હજાર બાળકો માટે શિક્ષકોનું અનોખું ‘શેરી...
Array

વડોદરા : ફોન-ઇન્ટરનેટ નથી એ‌વાં 18 હજાર બાળકો માટે શિક્ષકોનું અનોખું ‘શેરી શિક્ષણ’

કોરોનાની સૌથી વિપરીત અસર બાળકોના શિક્ષણ પર પડી છે. શહેરી વિસ્તારમાં તો બાળકો ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે જોકે ગ્રામ્ય વિસ્તારમાં મોબાઇલ ફોન-ઇન્ટરનેટના અભાવે પરિસ્થિતિ ચિંતાજનક છે. ત્યારે વડોદરા શહેર નજીક આવેલા સાવલી તાલુકામાં શેરી શિક્ષણના અભિગમે બાળકોને કોરોના કાળમાં પણ ઓફલાઇન શિક્ષણના માધ્યમથી શિક્ષકોએ મુખ્ય પ્રવાહમાં જોડી રાખ્યા છે.

600 શિક્ષકો બાળકોને ભણાવે છે
સાવલી તાલુકાના બીઆરસી કો-ઓડીનેટર પ્રવીણભાઇ આહીરે જણાવ્યું હતું કે 152 જેટલી શાળાઓના ધોરણ 1 થી 5 ના પ્રાથમિક શાળાના બાળકોને રોજના 6 કલાક પ્રમાણે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અડધો કલાકના ટાઇમ સ્લોટ પ્રમાણે વિવિધ શેરીઓમાં 600 શિક્ષકો ફરી ફરીને શેરી દીઠ 5 થી 8 જેટલા બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. કોરોના કાળમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ છે ત્યારે આ વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અભ્યાસ કરવાની સુવિધા ના હોવાથી સરકારના અભિગમ પ્રમાણે જ શિક્ષકોએ શેરી શિક્ષણના પ્રયાસો શરૂ કર્યો અને સફળતા મળી છે.

20 જેટલી શાળાઓમાં માત્ર મહિલા શિક્ષિકાઓ શેરી શિક્ષણ આપી રહી છે
સાવલી તાલુકામાં 20 જેટલી શાળાઓમાં માત્ર મહિલા શિક્ષકાઓ શેરી શિક્ષણ આપી રહી છે. 50 જેટલી શિક્ષિકાઓ શેરી શેરી ફરી બાળકોને ઓફલાઇન શિક્ષણ આપી રહી છે. જેમાં મુંઢેલા, કમલપુરા, રામપુરા, શિસોદીયાપુરા, ગોકળપુરા, મીઠાપુરા, મનોરપુરા, મણીનગર, ખંડેરાવપુરા, દેવનગર, વાંકાનેર-2, સરદારપુરા, ગરધીયા, હરીપુરા, વડદલા, સમલાયા સ્ટેશન, ચંદ્રનગર, મોટાપુરા, દરજીપુરા, ચોર્યાનામુવાડા જેવી શાળાઓનો સમાવેશ થાય છે.

રીવિઝન સૌથી મોટી ચેલેન્જ
અમારા વિસ્તારમાં મોટાભાગના બાળકો પાસે ઑનલાઇન ભણવાની સુવિધા નહોતી. ધો.1ને બાદ કરતા અન્ય બાળકો જૂનું ભૂલી ગયા હતા. તેમને રીવિઝન કરાવવું જરૂરી હતું. – મહેજબીન શેખ, શિક્ષિકા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments