Wednesday, September 22, 2021
Homeવડોદરા : 93 વર્ષના દાદીએ માત્ર 6 દિવસમાં કોરોના સામે જંગ જીતી
Array

વડોદરા : 93 વર્ષના દાદીએ માત્ર 6 દિવસમાં કોરોના સામે જંગ જીતી

કોરોનાના બીજા મોજાની શહેરોની સાથે ગામડાઓમાં પણ વ્યાપક અસર થતાં ગામડાઓમાં સંક્રમણ વઘ્યું છે. વડોદરા જિલ્લાના ગામડાઓમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક આરોગ્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા ફોફળીયા ગામે શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી 100 પથારીનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીં કોરોનાની સારવાર લઈને શિનોર તાલુકાના નાના કરાડા ગામના 93 વર્ષના નર્મદાબેન પટેલે દ્રઢ મનોબળ અને ભરપૂર આત્મવિશ્વાસથી માત્ર 6 દિવસમાં કોરોનાને હરાવી કોરોના સામેનું યુદ્ધ જીત્યા છે.

દર્દીને સમયસર સારવાર મળે તો ચોક્કસ કોરોનામાંથી મુક્તિ મેળવી શકાય છે
નર્મદાબેનના પૌત્રવધૂ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, મારા દાદી કોરોના સંક્રમિત થતાં અમે મોટા ફોફલીયાના કોવિડ કેર સેન્ટરમાં દાખલ કર્યાં અને સેન્ટરના તબીબી દ્વારા અપાતી સુદ્રઢ સારવારને કારણે દાદીએ માત્ર 6 દિવસમાં કોરોના સામે જંગ જીતી બિલકુલ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. કોરોનાથી ડરવાની કે, ભય રાખવાની જરૂર નથી. દર્દીને સમયસર સારવાર મળે તો ચોક્કસ આ રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે એનું ઉદાહરણ અમારા 93 વર્ષના દાદીમા છે.

દર્દીઓને દવા, ચા, નાસ્તો તેમજ ભોજન વિનામૂલ્યે આપવામાં આવે છે
આ કેર સેન્ટરમાં દર્દીઓને દવા, ચા, નાસ્તો તેમજ ભોજન વિનામૂલ્યે આપવામાં આવે છે એટલું જ નહીં તબીબો દ્વારા દર્દીઓની ઉચિત કાળજી લેવા સાથે સારવાર પણ આપવામાં આવે છે.

વડોદરાના શિનોર તાલુકાના મોટા ફોફળીયાના કોવિડ કેર સેન્ટરની સારવારથી 32 દર્દીઓ સાજા થયા છે
વડોદરાના શિનોર તાલુકાના મોટા ફોફળીયાના કોવિડ કેર સેન્ટરની સારવારથી 32 દર્દીઓ સાજા થયા છે

ઘરે આઇસોલેશનની વ્યવસ્થા ન હોય એવા દર્દીઓને સારવાર આપવામાં આવે છે
શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શિનોરના સહયોગથી ટ્રસ્ટના હોસ્ટેલ બિલ્ડિંગમાં 100 બેડનું કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેની ક્ષમતા 200 બેડ સુધી વધારી શકાય તેમ છે. શિનોર તાલુકાના ગામડાઓમાં કોરોના પોઝિટિવ દર્દીઓને ઘરે આઇસોલેશનની વ્યવસ્થા ન હોય એવા દર્દીઓને અહીં દાખલ કરી સારવાર આપવામાં આવે છે.

હાલ 62 દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે
તેમણે જણાવ્યું કે સેન્ટરમાં દાખલ થતાં દર્દીઓને દવા,રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સેન્ટરમાં શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બે તબીબો, પેરમેડિકલ સ્ટાફ દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ કેર સેન્ટરમાં શરૂઆતમાં 105 દર્દીઓ દાખલ થયા હતા. જે પૈકી 32 દર્દીઓ સાજા થતા ઘરે પરત ફર્યા છે. 11 દર્દીઓને વધુ સારવાર માટે અન્ય દવાખાનામાં રિફર કરવામાં આવ્યા છે. હાલ 62 દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે.

આઇસોલેશનની વ્યવસ્થા ન હોય એવા દર્દીઓને અહીં દાખલ કરી સારવાર આપવામાં આવે છે
આઇસોલેશનની વ્યવસ્થા ન હોય એવા દર્દીઓને અહીં દાખલ કરી સારવાર આપવામાં આવે છે

કરજણ, પાદરા, સાવલી, ડભોઈમાં કોરોના દર્દીઓને સારવાર અપાઇ રહી છે
વડોદરા જિલ્લામાં કરજણ, પાદરા, સાવલી, ડભોઈમાં કોવિડ સારવાર કેન્દ્રોમાં કોરોના દર્દીઓને અસરકારક આરોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments