Thursday, August 11, 2022
Homeવડોદરા : તળાવના કિનારેથી ત્રણ દિવસથી ગુમ મહિલાની લાશ મળી
Array

વડોદરા : તળાવના કિનારેથી ત્રણ દિવસથી ગુમ મહિલાની લાશ મળી

- Advertisement -

વડોદરાના ખોડિયાર નગર પાસે આવેલ તળાવના કિનારેથી મહિલાની લાશ મળી આવી હતી. આ મહિલા છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાને કોઈ અજાણ્યા શખ્સોએ ગાલના ભાગે બોથડ પદાર્થ મારીને મારી નાખી હોવાનું અનુમાન છે.

તળાવની નજીકથી મહિલા મૃત મળી

મળેલી માહિતી પ્રમાણે વડોદરા નજીક આવેલ ગામમાં કોકીલાબેન તેના પતિ ગણપતભાઇ સાથે રહેતી હતી. અને પતિ સાથે કલર કામનું કામ કરતી હતી. આજે સવારે કોકીલાબેનની લાશ ન્યુ વી.આઈ.પી. રોડ પર આવેલ ખોડીયાર નગર પાસેના તળાવની બાજુમાંથી પસાર થતા રસ્તા ઉપરથી મળી આવી હતી. આ બનાવની જાણ હરણી પોલીસને થતા ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતક મહિલા છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતી.

મૃતક મહિલા છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતી.

પતિ છેલ્લા ત્રણ દિવસથી શોધી રહ્યો હતો

મૃતક કોકીલાબેનના પતિને થતા સ્થળ પર દોડી આવ્યા હતા. પતિએ જણાવ્યું હતું કે, પત્ની કોકિલા ખોડિયાર નગર મોટાભાઇના ઘરે રહેવા માટે આવી હતી. પરંતુ, છેલ્લા ત્રણ દિવસથી ઘરે આવી ન હતી. હું તેની શોધખોળ કરી રહ્યો હતો. પરંતુ તેનો કોઇ પત્તો મળ્યો ન હતો. દરમિયાન સવારે હું વૈકુંઠ સોસાયટીમાં પૈસા લેવા માટે નીકળ્યો હતો. તે સમયે તળાવ પાસે લોકોની ભીડ જોતાં હું પણ જોવા ગયો હતો. જ્યાં પત્ની ની લાશ જોઇ હતી. સ્થળ ઉપર આવેલી પોલીસને મે જાતેજ પત્નીની લાશ હોવાનું જણાવ્યું હતું.

હાલ પોલીસ દ્વારા મૃતકના પતિની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

હાલ પોલીસ દ્વારા મૃતકના પતિની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

પોલીસે મૃતકના પતિની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી

વધુમાં જણાવ્યું હતું કે, પત્ની કોકિલાને કોઈ અજાણ્યા શખ્સોએ મોઢાના ભાગે બોથડ પદાર્થ મારીને લાશ ફેંકી દીધી હોવાનું જણાય છે. ખોડીયાર નગર વિસ્તારમાં ચકચાર જગાવનારા આ બનાવ અંગે હરણી પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ચોક્કસ માહિતી બહાર આવશે. આ સાથે પોલીસે મૃતક કોકિલાના પતિની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular