વડોદરા:આઝાદીના 75 વર્ષની ઉજવણીનો આજથી પ્રારંભ,આ ઉજવણી 75 સપ્તાહ સુધી ચાલશે

0
4

આઝાદીના 75 વર્ષની ઉજવણીનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લઈને દેશભરમાં આજથી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ અમદાવાદથી કરાવ્યો હતો. આ ઉજવણી 75 સપ્તાહ સુધી ચાલશે. વડોદરામાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની શરૂઆત બાઇક રેલી યોજીને કરવામાં આવી હતી.

વડોદરાના દાંડિયા બજાર સ્થિત અરવિંદ આશ્રમથી આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆતનાં ભાગરૂપે બાઇક રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખુલ્લી જીપમાં ભારત માતાની પ્રતિમાને પુષ્પહાર કરીને બાઇક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીના પ્રારંભે યોજવામાં આવેલી બાઇક રેલી દાંડિયા બજાર, માર્કેટ ચાર રસ્તા, કિર્તિસ્તંભ, લક્ષ્મીવિલાસ પેલેસ થઈને નવલખી મેદાન પર સંપન્ન થઈ હતી. જ્યાં આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી પ્રારંભનું જીવંત પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

દાંડિયા બજાર સ્થિત અરવિંદ આશ્રમથી બાઇક રેલીનો પ્રારંભ થયો હતો
દાંડિયા બજાર સ્થિત અરવિંદ આશ્રમથી બાઇક રેલીનો પ્રારંભ થયો હતો

નવલખી મેદાનમાં જીપ સાથે બાઇક રેલી પ્રવેશી હતી. જીપમાં ભારત માતાની તસવીરને ઉપસ્થિત મહેમાનોએ પુષ્પાંજલી અર્પી હતી. વિધાન સભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરાનાં મેયર કેયુર રોકડીયા, ડેપ્યુટી મેયર નંદાબેન જોષી, સ્થાયી સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ, મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ, ધારાસભ્યો, જીતેન્દ્ર સુખડીયા, મનીષાબેન વકીલ, સીમાબેન મોહિલે, પ્રદેશ મહિલા પ્રમુખ ડો જ્યોતિબેન પંડ્યા, પૂર્વ મેયર ડો.જીગીશાબેન શેઠ, સહિતના અગ્રણી તેમજ ચુંટાયેલા નગરસેવકો દ્વારા ભારત માતાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી, ત્યાર બાદ મંચ પર બિરાજમાન અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સ્વાગત બાદ મેયર કેયુર રોકડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જેમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની શરૂઆત કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું, ત્યાર બાદ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આઝાદીના 75 વર્ષની ઉજવણીની સંકલ્પનાનો વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વડોદરાના જાણીતા ગાયક સનતભાઈ પંડ્યા અને તેમના વૃંદ દ્વારા ગાંધીજીના પ્રિય ભજનો સંગીતની સુરાવલી સાથે ગાવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here