Tuesday, September 21, 2021
Homeવડોદરા : કોર્પોરેશનમાં કોંગ્રેસને વિપક્ષ તરીકે માન્યતા નહીં આપતા કોર્ટ કેસની તા....
Array

વડોદરા : કોર્પોરેશનમાં કોંગ્રેસને વિપક્ષ તરીકે માન્યતા નહીં આપતા કોર્ટ કેસની તા. 8 ઓગસ્ટે વધુ સુનાવણી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસને વિરોધ પક્ષ તરીકે માન્યતા નહીં અપાતાં કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર એ આ મુદ્દે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જેમાં હવે તારીખ 8 ઓગસ્ટના રોજ સુનાવણી થવાની છે. વડોદરા કોર્પોરેશનમાં 76 બેઠક છે. આ વખતની ચૂંટણીમાં ભાજપને 69 અને કોંગ્રેસને 7 બેઠક મળી છે. કુલ બેઠકના 10% ચૂંટાયા નથી એટલે વિરોધ પક્ષ તરીકે માન્યતા આપી નથી, અને નેતા પદ પણ આપ્યું નથી. કોંગ્રેસના આ સિનિયર કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષના નેતાનું કહેવું છે કે જો કાયદો જ હોય તો પછી રાજકોટ કોર્પોરેશનમાં 72 બેઠકમાંથી કોંગ્રેસના ચાર સભ્યો જ જીત્યા છે, તો ત્યાં વિરોધ પક્ષને પદ કેવી રીતે આપ્યું? રાજકોટમાં કાયદો ક્યાં ગયો? કાયદામાં તો ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, પક્ષના નેતા અને દંડકની જગ્યાનો પણ ઉલ્લેખ નથી. જો કાયદા મુજબ ચાલતું હોય તો તે પ્રમાણે અમલ કરવો જોઈએ. કાયદો ન હોય અને પ્રણાલિકા મુજબ અમલવારી થતી હોય તો પ્રણાલિકા પ્રમાણે આગળ વધવું જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments