વડોદરા : અન્નક્ષેત્ર અને ધર્મશાળા બંધ રાખવાનો નિર્ણય કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો

0
2

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર ખાતે આજથી અન્નક્ષેત્ર અને ધર્મશાળા બંધ રાખવાનો નિર્ણય કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના મહામારી માં કેસોમાં વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટરની ગાઈડલાઈન મુજબ કરનાળી સ્થિત વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી મંદિર માં ભાવિક ભક્તો દર્શન માટે ખુલ્લુ રાખવામાં આવશે, પરંતુ, આજથી અન્નક્ષેત્ર અને રાત્રી રોકાણ માટે આવતા ભક્તોની ધર્મશાળાની સુવિધા અચોક્કસ મુદત માટે બંધ રાખવામાં આવી છે.

અંગે કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યાએ જણાવ્યું છે કે કુબેર ભંડારી ભગવાનના દર્શન માટે આવતા ભાવિકો મંદિરમાં પ્રવેશ કરે તે દરમિયાન માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાના નિયમનો કડક અમલ કરે તે જરૂરી છે અને મંદિરમાં પ્રવેશતાની સાથે સેનેટાઈઝર નો પણ ઉપયોગ જરૂરી છે.

તેમણે જણાવ્યું છે કે ભાવિક ભક્તોના હિતમાં અને કોરોના ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ તરફથી ચાલતો અન્નક્ષેત્ર અને રાત્રી રોકાણ કરતા ભકતો માટેની ધર્મશાળાની સુવિધા અચોક્કસ મુદત માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here