વડોદરા : ઇન્સ્ટિટ્યૂટનો સંચાલક જામીન મેળવી વિદેશ નાસી છૂટવાનો પ્રયાસ કરતા એરપોર્ટ પરથી ઝડપાયો

0
6

વિદેશ જવા ઇચ્છતા લોકોને બોગસ માર્કશીટ પધરાવી દેવાના કૌભાંડનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરીને અલકાપુરીમાં આવેલી કેપલોન ઇન્સ્ટિટ્યૂટના સંચાલક વિરલ જયસ્વાલ સહિત બે આરોપીની ધરપકડ કરી હતી. 20 હજારથી લઇને 90 હજાર સુધીની રકમ લઇને ભેજાબાજો અલગ અલગ રાજ્યોની યુનિવર્સીટી અને સ્કૂલ બોર્ડના નામની બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી આપતા હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો. દરમિયાન સંચાલક વિરલ જયસ્વાલ જામીન મુક્ત થયા બાદ અમેરિકા નાસી છૂટવાનો પ્રયાસ કરતા પોલીસે તેની મુંબઈ એરપોર્ટ ઉપરથી અટકાયત કરી હતી. અદાલતે આરોપીના જામીન રદ્દ કરીને ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું હતું

પોલીસની સતર્કતાથી આરોપી અમેરિકા પહોંચે તે પહેલાં જ ઝડપાઈ ગયો
27 માર્ચ 2020 ના રોજ અદાલતે આરોપીને શરતોને અધિન જામીન અરજી મંજુર કરવાનો હુકમ કર્યો હતો. જેમાં મુખ્યત્વે ત્રણ અઠવાડિયામાં કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવો, ન્યાયાધીશની પરવાનગી વગર ભારત દેશ છોડવો નહીં અને દર મહિનાની 10 તારીખે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી. અદાલતના હુકમ મુજબ આરોપીએ પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યો નથી. તેમજ સપ્ટેમ્બર 2020 બાદ પોલીસ મથકે હાજરી આપી નથી. દરમિયાન પોલીસની સતર્કતાથી આરોપી અમેરિકા પહોંચે તે પહેલાં જ ઝડપાઈ ગયો હતો.

આરોપીએ શરતનો ભંગ કર્યો હોવાનું બહાર આવ્યું
આરોપીએ માસી બિમાર હોવાનું જણાવી તાત્કાલિક વિદેશ જવું પડે તેમ હોય આરોપીની એરપોર્ટ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી આરોપીએ 14 ડિસેમ્બરના રોજ ટિકિટ બુક કરાવી હતી અને આરોપીએ શરતનો ભંગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાનો હતો પરંતુ આરોપી મુંબઈ એરપોર્ટથી અમેરિકા જતાં પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો

ઓફિસમાંથી 72 બોગસ માર્કશીટ- સર્ટિફિકેટ મળી આવ્યા હતા.
પોલીસે કેપલોન ઇન્સ્ટિટ્યૂટની ઓફિસમાં દરોડો પાડતાં આર.કે.ડી.એફ. યુનિવર્સિટી ભોપાલ, મહારાષ્ટ્ર એજ્યુકેશન બોર્ડ, મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ વારાણસી, ઓ.પી.જી.એસ. યુનિવર્સિટી રાજસ્થાન, સત્ય સાંઈ યુનિવર્સિટી એમ મહારાષ્ટ્ર અને રાજસ્થાનની વિવિધ કોલેજો બોર્ડની કુલ 72 બોગસ માર્કશીટ સર્ટિફિકેટ મળી આવ્યા હતાં. જેમાં કેટલાક નામ વગરના કોરાં પણ હતાં. કૌભાંડ 2006થી ચાલતું હોવાનું પોલીસની પ્રાથિક તપાસમાં બહાર આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here