વડોદરા : ઓક્સિજનની માંગ રોજની માત્ર 50 ટન થતા ફિલિંગ સેન્ટર બંધ કર્યું

0
5

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોમાં ઘટાડો થતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો છે કેસો ઘટતા ઓક્સિજનની માંગ ઘટી છે પરિણામે તંત્ર દ્વારા નવલખી મેદાન ખાતે શરૂ કરવામાં આવેલો ઓક્સિજન ફીલિંગ સેન્ટર બંધ કરવાનો નિર્ણય લીધો છે

આ અંગે એડવાઈઝર તરીકે માનદ સેવા આપતા ડોક્ટર મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં કોરોના વાયરસ બેકાબૂ બનતા દર્દીઓ માટે ઓક્સિજનની તાતી જરૂરિયાત ઉભી થઇ હતી. એપ્રિલ મહિના અને બે મહિનાના પ્રથમ અઠવાડિયામાં વડોદરાની સરકારી અને ખાનગી તમામ હોસ્પિટલમાં 11084 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જેથી 180 ટન ઓક્સીજનની જરૂરિયાત ઊભી થતાં શહેરના નવલખી મેદાન ખાતે તાત્કાલિક ધોરણે લિક્વિડ ઓક્સિજનમાં માટેનું ફિલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો નોંધાયો છે. અને વડોદરાની હોસ્પિટલોમાં બે હજાર દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. પરિણામે વડોદરા શહેરમાં ઓક્સિજનની માંગ હવે ઘટીને માત્ર 50 ટનની રહી છે. જેથી હવે નવલખી ખાતેનો ઓક્સિજન પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે .

કોવીડની કામગીરીમાં એડવાઈઝર તરીકે માનદ સેવા આપતાડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે શહેરમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here