વડોદરા : સમરસમાં બાયપેપની પ્રથમ મહિલા દર્દી 25 દિવસ બાદ કોરોનાને હરાવ્યો

0
2

સમરસ હોસ્પિટલમાં બાય પેપના પ્રથમ દર્દી 25 દિવસે સ્વસ્થ થઈને બહાર આવ્યા છે. 67 વર્ષના સરલાબેને હોસ્પિટલનો સ્ટાફ સંતાનની જેમ સાચવતો હોવાનું જણાવી ડિસ્ચાર્જ સમયે અશ્રુભીની આંખે સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઓક્સિજન લેવલ ઘટતા દાખલ કર્યા હતા
શહેરના એક મીડિયા કર્મીના માતા સરલાબેન શાહને ફેફસામાં ઇન્ફેક્શન થઈ જતા 19મી એપ્રિલે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે 20મી તારીખે તેમને ઓક્સિજન લેવલ ઘટી જતા હોસ્પિટલ દર્દીને વેન્ટિલેટર પર રાખવા પડશે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ 21 મી એપ્રિલે મોડી રાત્રે તેમને સમરસ કોવિડ હોસ્પિટલમાં મધરાતે દાખલ કરવામાં આવ્યા હતા. કોવિડ હોસ્પિટલ શરૂ થવાની તૈયારી હતી તે સમયે પ્રથમ દર્દી તરીકે તેમને બાય પેપ પર રખાયા હતા.

25 દિવસ બાદ ડિસ્ચાર્જ અપાયો
આઈસીયુમાં એક માત્ર તેઓ જ દાખલ હોવાથી ડરી ગયા હતા. હોસ્પિટલના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની સઘન સારવાર ને પગલે 28મી તારીખે તેઓ ઓક્સિજન પર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 25 દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે સ્ટાફ સંતાનોની જેમ સેવા કરે છે સારી રીતે સાર સંભાળ રાખે છે. તેમણે અશ્રુભીની આંખે સ્ટાફનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here