વડોદરા : હોળી-ધૂળેટીને લઇને સરકારના નિર્ણયથી બજારોમાં મંદીનો માહોલ

0
8

વડોદરા શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાની મહામારી વચ્ચે આવી રહેલા હોળી-ધૂળેટીના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ધાણી, ચણા, સેવ, ખજૂર, કલર અને પિચકારીના બજારમાં કોરોનાની માઠી અસર જોવા મળી રહી છે. હોળી ધૂળેટીના તહેવારમાં કોરોનાએ માથું ઉચકતા સિઝનલ ધંધો કરનારા વેપારીઓ ચિંતાતુર બની ગયા છે.

કોરોના મહામારી વચ્ચે વેપારીઓએ ધાણી અને ચણા વેચવા પથારા નાખ્યા
આગામી તારીખ 28 માર્ચના રોજ હોળી અને તારીખ 29 માર્ચ ના રોજ ધૂળેટી છે. સરકાર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે હોળી અને ધુળેટીના પર્વને સિમીત લોકો સાથે ઉજવવા માટેની એસ.ઓ.પી. જાહેર કરી દેવામાં આવી છે. બીજી બાજુ હોળીમાં ધાણી, ખજૂર, ચના, સેવ સહિતની વિવિધ ચીજ વસ્તુઓનો ભારે મહિમા છે, ત્યારે વડોદરાના ચોખંડી, ગેડીગેટ રોડ, વાઘોડિયા રોડ સુભાનપુરા, ગોત્રી અને તરસાલી સહિતના વિસ્તારોમાં સીઝનલ ધંધો કરનાર વેપારીઓ દ્વારા ધાણી, ચણા વેચવા માટેના પથારા નાખી દેવામાં આવ્યા છે.

આ વખતે હોળી ધૂળેટીમાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન થાય તેવી ભીતિ સેવાઇ રહી છે
આ વખતે હોળી ધૂળેટીમાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન થાય તેવી ભીતિ સેવાઇ રહી છે

શહેરીજનોએ પરંપરાગત હોળા ઉજવવાની તૈયારીઓ કરી
શહેરીજનો દ્વારા કોરોનાની દહેશત વચ્ચે હોળી પર્વને પરંપરાગત રીતે ઉજવવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. તે સાથે શહેરીજનો દ્વારા સૌ કોઈને ઘેલુ લગાડતા ધૂળેટી પર્વને પણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન મુજબ ધુળેટી રમવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે.હોળી ધુળેટીના પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરાના વિવિધ વિસ્તારોમાં હોળી ધૂળેટીના તહેવારને લગતા બજારોમાં સાંજના સમયે લોકો ખરીદી કરવા નીકળે છે, પંરતુ, આ વખતે બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વેપારીઓએ પિચકારી, કલર સહિતની વસ્તુઓનો સ્ટોક કર્યો છે પણ વેચાણ થતુ નથી
વેપારીઓએ પિચકારી, કલર સહિતની વસ્તુઓનો સ્ટોક કર્યો છે પણ વેચાણ થતુ નથી

વેપારીઓને મોટુ આર્થિક નુકસાનની ભીતિ
સિઝનલ ધંધો કરતા રાકેશભાઈ કનુભાઈએ જણાવ્યું હતું કે, ગત વર્ષે પણ કોરોનાના કારણે હોળી ધૂળેટીના તહેવારમાં ધંધો થયો ન હતો. આ વખતે લોકડાઉન ન હોવાના કારણે ધાણી, ચણા સહિત વિવિધ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે, પરંતુ, કોરોનાની અસર પણ ધંધા ઉપર જોવા મળી છે. હોળી આવતા પૂર્વે ધાણી ચણા અને સીંગ જે વિવિધ વસ્તુઓનો સ્ટોક કરવો પડે છે. આ વખતે પણ અમે સ્ટોક કરી દીધો હતો. હોળી ધૂળેટીના તહેવાર ઉપર કોરોનાએ બ્રેક મારતા આ વખતે પણ વેપારીઓને મોટું આર્થિક નુકસાન થાય તેવી ભીતિ છે.

હોળી-ધૂળેટીને લઇને સરકારના નિર્ણયથી વડોદરાની બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે
હોળી-ધૂળેટીને લઇને સરકારના નિર્ણયથી વડોદરાની બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે

કોરોનાના વધતા કેસોના કારણે પિચકારીના ધંધા પર અસર
પિચકારીના જથ્થાબંધ વેપારી કાસમભાઈએ જણાવ્યું હતું કે, આ વખતે એમ લાગતું હતું કે હોળી ધૂળેટીના તહેવારમાં કોરોનાની અસર નહીં હોય, પરંતુ, છેલ્લા એક સપ્તાહથી કોરોનાના વધી રહેલા કેસોના કારણે પિચકારીના ધંધા ઉપર પણ અસર જોવા મળી રહી છે.

બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે
બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here