Monday, May 23, 2022
Homeવડોદરા : હેલ્મેટ કે નંબર પ્લેટ નહીં, બાઇક પર મોબાઇલમાં વાત કરતા...
Array

વડોદરા : હેલ્મેટ કે નંબર પ્લેટ નહીં, બાઇક પર મોબાઇલમાં વાત કરતા પોલીસ કર્મી જાહેરમાં થૂંક્યો,

- Advertisement -

વડોદરાઃ વડોદરા શહેરના અકોટા-દાંડિયાબજાર બ્રિજ પર પોલીસ કર્મી હેલ્મેટ વિના જ બાઇક પર નીકળ્યો હતો. ચાલુ બાઇકે મોબાઇલ પર વાત કરતા કરતા રસ્તા પર થૂંક્યો પણ હતો. અને બાઇકમાં નંબર પ્લેટ પણ લગાવેલી ન હતી. આમ પોલીસ કર્મી જાહેરમાં 4 ગુના કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને પગલે લોકોમાં પોલીસ કર્મી સામે રોષ ફેલાયો હતો.

કારમાંથી વીડિયો શૂટ કર્યો હતો
વડોદરા શહેરમાં ફોટોગ્રાફર તરીકે કામ કરતા રોહિત ઉજ્જ્વલ બે મિત્રો સાથે મળીને “પાકો બરોડિયન” નામનું સોંગ શૂટ કરી રહ્યા હતા. પાકો બરોડિયન સોંગ માટે ત્રણેય મિત્રોએ વડોદરાની જાણીતી જગ્યાઓને વીડિયોમાં આવરી લેવાનો નિર્ણય લીધો હતો. જેના ભાગરૂપે ત્રણેય મિત્રો અકોટા-દાંડિયાબજાર બ્રિજનું શૂટિંગ કરવા માટે નીકળ્યા હતા. ત્યારે તેમની કારની આગળ પોલીસ કર્મી નંબર પ્લેટ વિનાની બાઇક લઈને જતો હતો, ત્યારે પોલીસ કર્મી ફોન પર વાત કરતો હતો. જેથી તેનો વીડિયો શૂટ કર્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

પોલીસ કર્મીઓ સામે પણ કાર્યવાહી કરવી જોઇએ
વડોદરા શહેર પોલીસ ફોર્સમાં જ ઘણા ખરા કર્મીઓ નંબર પ્લેટ વગરનું વાહન ફેરવે છે, તેમજ વિવિધ નિયમોનો ભંગ કરે છે. ટ્રાફિક પોલીસે જે રીતે શહેરીજનો વિરુદ્ધ લાલ આંખ કરે છે તેમ ટ્રાફિક પોલીસે તેમના જ સહ પોલીસ કર્મીઓ વિરુદ્ધ પણ લાલ આંખ કરવી જોઈએ.

ચાલુ વાહને મોબાઈલ પર વાતચીત
-દંડની જોગવાઇ 1 હજાર રૂપિયા

નંબર પ્લેટ છે જ નહીં 
-દંડની જોગવાઇ: 100-300 રૂપિયા

વિના હેલ્મેટે સવારી
-દંડની જોગવાઇ: 100-300 રૂપિયા

રસ્તા પર થુંકની પીચકારી
-દંડની જોગવાઇ: 100-500 રૂપિયા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular