વડોદરા : પ્રવેશદ્વાર ગણાતા સમા વિસ્તારમાં સૌથી ઉંચો રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવ્યો

0
2

વડોદરા શહેરના પ્રવેશદ્વાર ગણાતા સમા વિસ્તારમાં ગુજરાતમાં સૌથી ઉંચો રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવ્યો તેની સાથે શહીદ વન બનાવવાનું આયોજન પણ વડોદરા કોર્પોરેશન દ્વારા હાથ ધરાયું હતું. પરંતુ આ પ્રોજેક્ટ અભરાઈએ ચડી જતાં આજે વડોદરા કોંગ્રેસના આગેવાનોએ શહીદ દિન નિમિત્તે આ પ્રોજેક્ટ ફરી ચાલુ કરવાની માંગ સાથે દેખાવો કર્યાં હતાં.

શહિદ વન પ્રોજેક્ટ પડતો મુકાયો હતો
શહિદ વન પ્રોજેક્ટ પડતો મુકાયો હતો

સૌથી ઊંચો રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરા શહેરના સમા તળાવ પાસે રાજ્યમાં સૌથી ઊંચો રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવ્યો અને તેની સાથે વિશ્વના તમામ દેશોના રાષ્ટ્રધ્વજ લહેરાવાનું અને શહીદ વન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ જગ્યા પર હવે અવાવરું જંગલ થઈ ગયું છે.ગરીબોના આવાસો તોડીને એ જ સ્થળે સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું કોર્પોરેશનનું ઊંચું આયોજન જમીન દોસ્ત થઈ ગયું છે. કોર્પોરેશન દ્વારા રાષ્ટ્રધ્વજ અને શહીદ વનના નામે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

શહીદ વનનું સ્થળ હવે અવાવરુ જંગલ જેવું બની ગયું
શહીદ વનનું સ્થળ હવે અવાવરુ જંગલ જેવું બની ગયું

શહીદ વનનું આયોજન પડતુ મુકાયું
વર્ષ 2017માં ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ 14મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીના હસ્તે રિમોટ કન્ટ્રોલથી લહેરાવવામાં આવ્યો હતો. શરૂઆતના બે વર્ષમાં ધ્વજ ફાટી જતાં આ જગ્યાએથી રાષ્ટ્રીય ધ્વજ કાયમી ધોરણે ઉતારી લેવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ સ્થળે વિશ્વના તમામ દેશના રાષ્ટ્રધ્વજ ફરકાવવાના અને દેશના સંખ્યાબંધ શહીદોના નામે વૃક્ષો વાવીને શહીદ વન ઊભું કરવાનું આયોજન કરાયું હતું તે સમગ્ર પડતું મૂકી દેવાયું છે.

કોંગ્રેસના આગેવાનોએ સુત્રોચ્ચાર કર્યા
આ અંગે વોર્ડ નંબર 2 કોંગ્રેસના આગેવાનો એલ્વિન થોમસ, પારસ પ્રજાપતિ, મનસુખ સવાણી અને મનસુખ ભગત સહિત કાર્યકર્તાઓએ સમા ખાતે પોસ્ટરો સાથે દેખાવો અને સૂત્રોચ્ચાર કરી ફરીથી આ જગ્યા પર રાષ્ટ્રીય ધ્વજ કાયમ માટે લહેરાવવા અને શહીદ વનના પ્રોજેક્ટને ફરીથી ચાલુ કરવાની માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here