Tuesday, February 11, 2025
HomeગુજરાતGUJARAT: વડોદરામાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ 42 મીમી પાદરા ખાતે થયો

GUJARAT: વડોદરામાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ 42 મીમી પાદરા ખાતે થયો

- Advertisement -

વડોદરા શહેર-જિલ્લામાંથી બે દિવસ મેઘો ગુમ થયો હતો.  સાંજે એક ઈચ જેટલો વરસાદ પડતા શહેરમાં આ સાથે કુલ 183 મીમી સાથે મોસમનો કુલ આંક 183 મીમી થયો છે. જ્યારે જિલ્લામાં સૌથી વધુ વરસાદ પાદરા ખાતે 42 મીમી નોંધાવા સાથે સીનોર, ડભોઇ અને કરજણ કોરા રહ્યા હતા. શહેરમાં આજે સવારથી જ વાદળીયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ અવારનવાર જારી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસ શહેરમાં ભારે ગરમી અને ઉકળાટના રહ્યા હતા.

સમી સાંજે એકાએ વાદળા ગોરંભાવા સાથે એકાએક મેઘાનું આગમન થતા વાતાવરણમાં ફરી એકવાર ઠંડક પ્રસરી ગઈ હતી. અને એસી કુલર તથા પંખા બંધ કરવાની ફરજ પડી હતી. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાવલી-13, વડોદરા-23, વાઘોડિયા-7, પાદરા-42, અને ડેસર ખાતે-7 મીમી વરસાદ નોંધાયો હતો.આ સાથે સાવલી ખાતે મોસમનો કુલ વરસાદ-69, વડોદરા-160, વાઘોડિયા-111, ડભોઇ-135, પાદરા-179, કરજણ-193, સિનોર-164, અને ડેસરમાં 100 મીમી વરસાદ નોંધાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular