Wednesday, January 19, 2022
Homeગુજરાતવડોદરા : પીધેલા દીકરાને છોડાવવા માટે કાઉન્સિલર માતાએ પોલીસ સ્ટેશન પહોંચીને રોફ...

વડોદરા : પીધેલા દીકરાને છોડાવવા માટે કાઉન્સિલર માતાએ પોલીસ સ્ટેશન પહોંચીને રોફ દેખાડ્યો

વડોદરા પોલીસે થર્ટી ફર્સ્ટની નાઈટે બ્રેથ એનેલાઇઝરથી દારૂ પીધેલાઓનું ચેકિંગ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં મોડીરાત્રે વોર્ડ નં.14ના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સિલર જેલમ બેન ચોકસીના પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ જતા સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ લઈ ગઈ હતી. જેની જાણ ભાજપ કોર્પોરેટર માતાને જાણ થતા તેઓએ દીકરાને છોડાવવા માટે પોલીસ સ્ટેશન માથે લીધું હતું. હોબાળો મચાવતા મહિલા કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. એટલું જ નહીં પણ એક પોલીસ કર્મચારીનું જેકેટ પણ ખેંચતાણમાં ફાટી ગયું હતું.

 

દારૂના નશામાં પકડાયેલા દીકરા માટે લાજવાને બદલે માતા ગાજ્યાં હતાં.
દારૂના નશામાં પકડાયેલા દીકરા માટે લાજવાને બદલે માતા ગાજ્યાં હતાં.

મોડીરાત્રે તપાસમાં ઝડપાયો

થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનરની સૂચનાથી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ કર્યું હતું એટલું જ નહીં ફતેગંજ વિસ્તારમાં તો મુખ્ય રસ્તા ઉપર બેરીકેટ મૂકી રસ્તો બંધ કરી દઈ થર્ટી ફર્સ્ટની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો હતો.દરમિયાનમાં ગઈકાલે મોડી રાત્રે ચાર દરવાજા વિસ્તારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન ભાજપના મહિલા કોર્પોરેટર જેલમ બેન ચોકસીનો પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો અને તેને સિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

પોતાના ટેકેદારો સાથે મહિલા કાઉન્સિલર પોલીસ સ્ટેશન પહોંચી ગયાં હતાં.
પોતાના ટેકેદારો સાથે મહિલા કાઉન્સિલર પોલીસ સ્ટેશન પહોંચી ગયાં હતાં.

વીડિયો વાઈરલ થયો

આ કિસ્સાની જાણ ભાજપના મહિલા કોર્પોરેટર જેલમ બેન ચોકસીને થતા તેઓ તેમના ટેકેદારો અને પરિવારજનો સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.પોલીસ કર્મચારીઓને દારૂ પીવાનો કોઈ મોટો ગુનો નથી કે, તમે બધા તેને ફરી વળ્યા છો. દૂર હટી જાઓ તેમ કહી હોબાળો મચાવ્યો હતો. જે અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો.પોલીસના કર્મચારીઓ અને ભાજપના મહિલા કોર્પોરેટરના કેટલાક ટેકેદાર અને પરિવારજનો વચ્ચે ખેંચાતાણી પણ થઈ હતી. જેમાં એક પોલીસ કર્મચારીનું જેકેટ પણ ફાટી ગયું હોવાનું જાણવા મળે છે. પોલીસ સાથેના વર્તન અંગે ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટરના વીડિયો વાયરલ થયા છે તેમાં તેઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી પણ સંભળાય છે.

 

પોલીસને પણ દારૂના ગુનાને મોટો ગુનો ન ગણવાની વાત કરી હતી.
પોલીસને પણ દારૂના ગુનાને મોટો ગુનો ન ગણવાની વાત કરી હતી.

દીકરાને માર મરાયાના આક્ષેપ

પોલીસ સ્ટેશનમાં આવીને ભાજપ મહિલા કોર્પોરેટર જેલમ બેન ચોકસીએ તેમના દીકરાને માર્યો છે. તેમ કહી હાજર રહેલા પોલીસ કર્મચારીઓનો ઉધડો લીધો હતો. તે સમયે કુણાલ ચોકસીને કસ્ટડીમાં લઇ જતા તેનો હાથ પકડતા જેલમ બેન ફરી ગુસ્સે થઈ હાથ પકડતા નહીં તેમ કહી હોબાળો મચાવ્યો હતો. તેની સામે પોલીસના કર્મચારીઓએ પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે, તમે દાદાગીરી કરો છો યોગ્ય નથી. તમે કોર્પોરેટર છો. એટલે શું થઈ ગયું તેમ કહેતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

 

પોલીસ સ્ટેશન મહિલા કાઉન્સિલરે માથે લીધું હતું.
પોલીસ સ્ટેશન મહિલા કાઉન્સિલરે માથે લીધું હતું.

પોલીસ પર નેતાઓનું દબાણ

દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા કુણાલ ચોકસી સામે આખરે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી એટલું જ નહીં તેને છોડાવવા માટે પણ ભાજપના કેટલાક અગ્રણીઓએ પણ દબાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular