- Advertisement -
ચોમાસામાં નદી નાળામાં નવા નીર આવતા ડૂબવાના બનાવો પણ વધવા માંડ્યા છે. આજે બીજા દિવસે વધુ એક ડૂબવાનો બનાવ બનતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.
વડોદરા નજીક શેરખી પાસે ભીમપુરા ગામે કેનાલમાં એક પુરુષનો મૃતદેહ નજરે પડતા લોકો એકત્રિત થઈ ગયા હતા. પાણીનો પ્રવાહ વધુ હોવાથી ફાયબ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ પુરુષનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પ્રાથમિક તબક્કે મરનારની કોઈપણ પ્રકારની ઓળખ થઈ નહીં હોવાથી પોલીસે તેના ફોટા અને વર્ણન ને આધારે આસપાસના પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલા લોકોની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા આસપાસના ગામોમાં પણ મૃતક ના પરિજનો ને શોધવાની તજવીજ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, વડોદરા પાસે ખલીપુરા ગામે પણ વૃદ્ધ પશુપાલક ડૂબ્યો હોવાનો બનાવ બનતા ગઈકાલે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.