વડોદરા : વીજ કનેક્શન કાપી નાખતા લોકોએ ભારે વિરોધ કરી કર્મચારીઓની ટીમનો ઘેરાવો કર્યો

0
8

ખોડિયારનગર સફેદ વુડાના મકાનમાં વીજ કંપની દ્વારા વીજ કનેક્શન કાપી નાખતા ત્યાં રહેતા લોકોએ ભારે વિરોધ કરી વીજ કર્મચારીઓની ટીમનો ઘેરાવો કર્યો હતો. ઘટનાના પગલે પોલીસ સ્થળ પર દોડી આવતા મામલો થાળે પાડ્યો હતો.

શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા સફેદ વુડાના આવાસોમાં સવારે વીજ કંપનીની ટીમ પહોચી હતી. વીજ કર્મચારીઓએ વીજ કનેક્શન કાપી નાખતા ત્યાં રહેતા લોકોએ હોબાળો મચાવી વીજ કંપનીના કર્મચારીઓનો ઘેરાવો કર્યો હતો. ત્યાં રહેતા રતનબેન ઓડના જણાવ્યા અનુસાર અહીંયા 600 મકાનોમાં વીજ કનેક્શન આપવામાં આવ્યા નથી.

વીજ કર્મચારીઓએ ડાયરેકટ કરી આપ્યું હતું. અમે દસ્તાવેજો બનાવી વીજ કનેક્શન માટેની પ્રક્રિયા કરી હતી. પરંતુ હજી સુધી અમને કનેક્શન મળ્યા નથી. આજે સવારે વીજ કંપનીવાળા આવ્યા અને તેઓએ કનેક્શન કટ કરી નાખ્યા હતા. અમારી એજ માંગ છે કે હાલમાં અમને વીજ કનેક્શન જોડી આપવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here