Wednesday, September 22, 2021
Homeવડોદરા : પુત્ર વૃદ્ધ પિતાને શોધતો રહ્યો, અંતે છઠ્ઠા માળના બાથરૂમમાંથી લાશ...
Array

વડોદરા : પુત્ર વૃદ્ધ પિતાને શોધતો રહ્યો, અંતે છઠ્ઠા માળના બાથરૂમમાંથી લાશ મળી

સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં હોસ્પિટલના સત્તાધીશો અને તબીબી સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે. કોવિડ કેર સેન્ટરના છઠ્ઠા માળે દાખલ પિતા નહી મળતા પુત્ર ત્રણ કલાક સુધી શોધખોળ કરી હતી. જોકે ત્રણ કલાકની શોધખોળ બાદ પિતા બાથરૂમમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હોવાનું તબીબોએ જણાવતા પુત્રે તબીબી સ્ટાફ સામે રોષ ઠાલવી નિષ્કાળજીના આક્ષેપ કર્યા હતા.

રાતથી પિતાને ફોન કરતા સંપર્ક નહોતો થયો
હરણી રોડ વિજયનગરમાં રહેતા 70 વર્ષના સતીષભાઈ ભાટીયાને ગુરુવારે શ્વાસ લેવામાં તકલીફ થતા સયાજી હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટરના છઠ્ઠા માળે દાખલ કરાયા હતા. જોકે સતિષભાઈ બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવતા પુત્ર ગોકુલે હોસ્પિટલના તંત્ર સામે આક્ષેપ કર્યા હતા.તેઓના પુત્ર ગોકુલના જણાવ્યા અનુસાર ગઈકાલે રાતથી પિતાને ફોન કરતા તેમનો સંપર્ક થયો નહતો. તેથી સવારે કોવિડ કેર સેન્ટરમાં જઇ ત્રણ કલાક સુધી શોધખોળ કરી હતી. ત્રણ કલાક બાદ હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે તમારી સાથે પિતા બાબતે વાત કરવાની છે. તેથી તેઓ છઠ્ઠા માળે પહોંચતા તબીબોએ તેમને જણાવ્યું હતું કે તેમના પિતા રાતે બાથરૂમમાં ગયા હતા જ્યાં એટેકથી તેમનું મોત નીપજ્યું હતું.

તબીબો કંઈ જણાવતા ન હોવાનો આક્ષેપ
પુત્ર ગોકુલે આક્ષેપ કરતા કહ્યું હતું કે રાતે ગયા હતા અને તેમનું મોત ક્યારે થયું તેના વિશે તબીબો કઈ જ જણાવતા નથી. બીજી તરફ નોડલ ઓફિસર ડો. બેલીમે જણાવ્યું હતું કે સતિષભાઈ સવારે બાથરૂમમાં ગયા હતા. બે કલાક સુધી તે આવ્યા ન હતા. બાજુના બેડ પરના દર્દીએ આ અંગે સ્ટાફને જણાવ્યું હતું. સ્ટાફે બાથરૂમનું બારણું તોડી જોતા તેઓ મૃત હાલતમાં મળ્યાહતા. તેઓ હેપ્પી હાઇપોકસીયા અને સાઈટોકાઈન સ્ટ્રોમના કારણે મૃત્યુ પામ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments