વડોદરા : પોઝિટિવ કેસનો કુલ આંક 26,604 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 246

0
9

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક 26,604 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 246 પર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 25,508 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 850 એક્ટિવ કેસ પૈકી 118 દર્દી ઓક્સિજન ઉપર અને 65 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 667 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 8008 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 26,604 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3976, પશ્ચિમ ઝોનમાં 4462, ઉત્તર ઝોનમાં 5240, દક્ષિણ ઝોનમાં 4882, વડોદરા ગ્રામ્યમાં 8008 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

ગુરૂવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા

શહેરઃ બાપોદ, રામદેવનગર, સવાદ, આજવા રોડ, સુદામાપુરી, વારસીયા, એસ.કે.કોલોની, ફતેપુરા, હરણી રોડ, કારેલીબાગ, ફતેગંજ, આનંદનગર, નવાપુરા, નવાયાર્ડ, સમા, શિયાબાગ, એકતાનગર, ગાજરાવાડી, કપુરાઇ, માંજલપુર, યમુનામિલ, માણેજા, દંતેશ્વર, તરસાલી, વડસર, મકરપુરા, સુભાનપુરા, ગોરવા, ગોત્રી
ગ્રામ્ય: રણોલી, પાદરા(અર્બન), ડભોઇ(અર્બન), વડદલા, અંકોડિયા, વેમાલી, કોયલી, ઉંડેરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here