વડોદરા : લવ જેહાદનો ભોગ બનનાર યુવતીએ કહ્યું- બુરખો પહેરવા અને નમાઝ પઢવા દબાણ કરાતું

0
0

વડોદરામાં 23 વર્ષીય પાટીદાર યુવતીને જૂના છાણી રોડ પર રહેતા મોહિબ ઇમ્તીયાઝખાન પઠાણે પ્રેમ જાળમાં ફસાવીને રજિસ્ટર્ડ મેરેજ કર્યા બાદ બળજબરીપુર્વક નિકાહ કર્યા હતા. તેનું નામ પણ માહિરા રાખી હિન્દુ યુવતીના આસ્થાના પ્રતિક સમાન માતાજીના ફોટા ફાડી નાંખી શિવજીની મૂર્તિ ફેંકી દીધી હતી. મોહિબ પઠાણ અને તેના ભાઇ અને પિતાએ પણ તેની પર ત્રાસ ગુજાર્યો હતો. ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધી મોહિબ પઠાણ તથા તેના ભાઇ મોહસીન અને પિતા ઇમ્તીયાઝની ગુરુવારે અટકાયત કરી હતી. યુવતીએ વાતચીતમાં બુરખો પહેરવા અને નમાઝ પઢવા દબાણ કરાતું હોવાનું કહ્યું હતું.

યુવતીએ આપવીતી વર્ણવા કહ્યું હતું કે, અમે 2018માં એકબીજાને મળ્યાં હતાં. હું 12માં ધોરણની બોર્ડની પરીક્ષા આપવા જતી હતી,ત્યાં તેની સાથે મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન અમે એકબીજાનો મોબાઈલ નંબર લીધો હતો અને અમારી વચ્ચે મિત્રતા થઈ હતી.ત્યાર બાદ અમે રિલેશનશીપમાં જોડાયા હતાં. અમારૂ રિલેશનશીપ 1-2 વર્ષ ચાલ્યાં હતાં. તેને મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકી કહ્યું હતું કે તું મારી સાથે લગ્ન નહી કરે તો હું આપઘાત કરી લઈશ. તું લગ્ન બાદ તારો ધર્મ અપનાવી શકે છે,મારા કે મારા પરિવારને તારા ધર્મને લઈને કોઈ જ સમસ્યા નથી. તારે લગ્ન બાદ ઘરમાં મંદિર પુજા કરવી હોય તો પણ તું કરી શકે છે. તારા ઘરમાં તું જે રીતે રહેતી હતી,જેવા કપડા પહેરતી હતી તેવા કપડા પણ પહેરી શકે છે. લગ્ન થયા બાદ 1 મહિનાની અંદર જ યુવક અને તેના પરિવારનું વર્તન બદલાઈ ગયું હતું.

તેમણે મને જણાવ્યું કે, હવે તારે અમારા ધર્મ મુજબ નમાઝ પઢવી પડશે,બુરખો પહેરવો પડશે તેવી જબરજસ્તી કરવા લાગ્યાં હતાં. મારૂ નામ બદલી દેવાયું,હું આ બધુ નહીં કરુ તો પોલીસ હેરાન કરશે તેમ પણ જણાવ્યું હતું. મે આ બાબતનો વિરોધ કર્યો હતો.પરંતું મારા પતિએ મને મારમાર્યો હતો. દરમિયાન હું ગર્ભવતી થતા 8માં મહિને મારા સાસુએ મને માર પણ માર્યો હતો.મારા સાસુએ તો મને ઘરની બહાર કાઢીને તારે જે કરવું હોય તે કરી લે તેવી ધમકી પણ આપી હતી. મારૂ બાળક આવી ગયા બાદ તેમના વર્તનમાં વધારે પરિવર્તન આવ્યું હતું. મારા પિતાના અવસાન બાદ માતાની સાથે મળવાનું અનેવાત કરવાનું બંધ કરી દેવાયું હતું.

મે પતિને કીધું કે, મારી માતા સાથે અડધો કલાક મળવા જવા દો, ત્યારે મારા પતિએ મને ધક્કો મારી નીચે પાડી દીધી હતી. શરૂઆતમાં મને લાગ્યું કે મને પ્રેમ હતો,પરંતું તે પ્રેમ ન હતો એ કાંઈક બીજુ જ હતું.પછી તો યુઝ એન્ડ થ્રો જેવું વર્તન મારી સાથે થયું હતું. હું અન્ય યુવતીઓને મેસેજ આપવા માંગુ છું કે, આ લોકો પર વિશ્વાસ રાખવા જેવો નથી,આ લોકો દગો આપે છે,જરા પણ દયાભાવના નથી રાખતા.મારી તો જીંદગી ખરાબ થઈ છે,હું ચાહું છું કે બીજી કોઈ યુવતીની જીંદગી ખરાબ ન થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here