- Advertisement -
વડોદરાઃ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામ પાસે આવેલા બે ગોડાઉનમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. બે ગોડાઉનમાંથી તસ્કરો 60 હજાર રૂપિયા ચોરી કરીને ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના ગોડાઉનના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. બે દિવસ પહેલાં જ APMCની ચૂંટણીના પરિણામ વખતે સમર્થકોના ધોળા દિવસે ખિસ્સા કપાયા હતા. જેમાં 1.35 લાખની મત્તાની ચોરી થઇ હતી. અને આજે બે ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસ હાથ ધરી છે.