Saturday, September 25, 2021
Homeવડોદરા : પ્રાથમિક શિક્ષણને લઇ સોશિયલ મીડિયામાં આક્રોશ ઠલવાયો
Array

વડોદરા : પ્રાથમિક શિક્ષણને લઇ સોશિયલ મીડિયામાં આક્રોશ ઠલવાયો

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભાજપની યાદી જાહેર થયા બાદ તેની ગાડી ચૂકી ગયેલા કેટલાક લોકોમાં બળવાની લાગણી જોવા મળી રહી છે અને એક આગેવાનનાં પત્ની એ તો અકોટાનાં ધારાસભ્ય સામે ખુલ્લો આક્ષેપ કરતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. શિક્ષણ સમિતિની ચૂંટણીમાં અનામત કેટેગરીમાંથી ઉમેદવારી કરનારાં શર્મીષ્ઠા સોલંકીના ઉચ્ચ અભ્યાસે સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જોકે આ ઉમેદવારના ભાઈ ભૂતકાળમાં ભાજપ વિરોધી આંદોલનમાં જોડાયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે તો આ મહિલા ભાજપના પ્રાથમિક સભ્ય નહીં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

બીજી તરફ ભાજપ યુવા અગ્રણી કાર્યકર શૈલેન્દ્રસિંહ ઠાકોર (શૈલુ ઠાકોર)નું નામ સમિતિની ચૂંટણીમાં ભાજપની યાદીમાં ન આવતાં તેમનાં પત્ની પિનલ ઠાકોરે અકોટાનાં ધારાસભ્ય પર સોશિયલ મીડિયા દ્વારા નિશાન તાક્યું છે. તેમણે અકોટાનાં ધારાસભ્ય સીમાબેન મોહિલે છે કે અક્ષય મોહિલે છે, તેવો કટાક્ષ કરતો સવાલ કર્યો છે. તેમણે જણાવ્યું કે, પાલિકાની ચૂંટણીમાં શૈલેન્દ્રસિંહ ઠાકોર અપક્ષ ઉમેદવારી ન કરે તે માટે બહેને તેમની સાથે 3 દિવસ સુધી ફેરવ્યા હતા અને નામ મુકાવી દઈશ તેવી ખાતરી આપી હતી, પરંતુ તેનો અમલ થયો નથી.

તાજેતરમાં એક પ્રસંગમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ સાથે શૈલેન્દ્રસિંહના ફોટાવાળું બેનર મૂકાતાં તેની સામે સવાલ ઉઠાવ્યો હતો, પરંતુ અમારે કોની સાથે વ્યક્તિગત સંબંધો રાખવા તે અમારે નક્કી કરવાનું છે. અમે ક્યારેય પક્ષ વિરોધી કાર્યવાહી કરી નથી.

મેં કોઇ પણ પ્રકારની ખાતરી આપી નથી: ધારાસભ્ય

શૈલેન્દ્રસિંહ ઠાકોરની ઉંમર હજુ નાની છે અને લાંબી રાજકીય કારકિર્દી છે તેવી સમજ મેં આપી હતી અને ફોર્મ ન ભરવા સમજાવતા તેમણે ફોર્મ ભર્યું ન હતું. શિક્ષણ સમિતિમાં સમાવેશ કરાવી દઈશ તેવી ખાતરી મેં આપી નથી.” – સીમા મોહિલે, ધારાસભ્ય અકોટા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments