Friday, March 29, 2024
Homeવડોદરા : પોઝિટિવ કેસનો કુલ આંક 19,991, મૃત્યુઆંક 232, કુલ 18,421 દર્દી...
Array

વડોદરા : પોઝિટિવ કેસનો કુલ આંક 19,991, મૃત્યુઆંક 232, કુલ 18,421 દર્દી રિકવર થયા

- Advertisement -

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 19,991 પર પહોંચી ગયો છે અને વધુ મૃત્યુઆંક 232 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 18,421 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 1338 એક્ટિવ કેસ પૈકી 153 દર્દી ઓક્સિજન પર અને 59 દર્દી વેન્ટિલેટર પર છે અને 1126 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 6165 કેસ
શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 19,991 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2989, પશ્ચિમ ઝોનમાં 3221, ઉત્તર ઝોનમાં 3978, દક્ષિણ ઝોનમાં 3601, વડોદરા ગ્રામ્યમાં 6165 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

શુક્રવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ કિશનવાડી, પાણીગેટ, છાણી, દિવાળીપુરા, દંતેશ્વર, ગોરવા, વાઘોડિયા રોડ, જેતલપુર, વડસર, તરસાલી, વાસણા રોડ, કારેલીબાગ, મકરપુરા, આજવા રોડ, સમા, ગોત્રી રોડ, નવી ધરતી, ગોકુલનગર
ગ્રામ્યઃ કરજણ, પાદરા, સેવાસી, પોર, ડભોઇ, વાઘોડિયા, ખટંબા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular