વડોદરા : પોઝિટિવ કેસનો કુલ આંક 24,524 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 241, 23,705 દર્દી રિકવર થયા

0
7

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 24,524 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 241 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 23,705 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 578 એક્ટિવ કેસ પૈકી 64 દર્દી ઓક્સિજન ઉપર અને 26 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 488 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 7554 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 24,524 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3641, પશ્ચિમ ઝોનમાં 4025, ઉત્તર ઝોનમાં 4800, દક્ષિણ ઝોનમાં 4468, વડોદરા ગ્રામ્યમાં 7554 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

બુધવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા

શહેરઃ 

ગાજરવાડી, અકોટા, ગોકુલનગર, સુદામાપુરી, સવાદ, છાણી, યમુનામીલ, દંતેશ્વર, વારસીયા, સુભાનપુરા

ગ્રામ્યઃ

પાદરા, ડભોઇ, સાવલી, ડેસર, ડભાસા, કરજણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here