વડોદરા : પોઝિટિવ કેસનો કુલ આંક 27,645 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 248, કુલ 26,002 દર્દી રિકવર થયા

0
6

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 27,645 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 248 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 26,002 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1395 એક્ટિવ કેસ પૈકી 163 દર્દી ઓક્સિજન ઉપર અને 99 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1133 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 8106 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 27,645 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 4179, પશ્ચિમ ઝોનમાં 4713, ઉત્તર ઝોનમાં 5488, દક્ષિણ ઝોનમાં 5123, વડોદરા ગ્રામ્યમાં 8106 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

સોમવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ બાપોદ, પાણીગેટ, ચાંપાનેર દરવાજા, કિશનવાડી, આજવા રોડ, વાઘોડિયા રોડ, સુદામાપુરી, રામદેવનગર, ફતેપુરા, કારેલીબાગ, આર.વી. દેસાઇ રોડ, છાણી, ગાજરાવાડી, માંજલપુર, યમુનામીલ, દંતેશ્વર, વડસર, અકોટા, ગોત્રી, ગોરવા, ગોકુલનગર, દિવાળીપુરા, સુભાનપુરા
ગ્રામ્ય: વરસાડા, પદમલા, દશરથ, આસોજ, ડભોઇ(અર્બન), પાદરા(અર્બન)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here