વડોદરા : પોઝિટિવ કેસનો કુલ આંક 28,780 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 251, 26,564 દર્દી રિકવર

0
4

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 28,780 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 251 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 26,564 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1965 એક્ટિવ કેસ પૈકી 174 દર્દી ઓક્સિજન ઉપર અને 104 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1687 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 8211 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 28,780 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 4392, પશ્ચિમ ઝોનમાં 4983, ઉત્તર ઝોનમાં 5762, દક્ષિણ ઝોનમાં 5396, વડોદરા ગ્રામ્યમાં 8211 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

ગુરૂવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ પાણીગેટ, માંડવી, કિશનવાડી, રામદેવગર, સવાદ, સુદામાપુરી, વારસિયા, નવાપુરા, નવાયાર્ડ, નવીધરતી, સમા, ચાણક્યપુરી, શિયાબાગ, એકતાનગર, ગાજરાવાડી, કપુરાઇ, માંજલપુર, યમુનામીલ, વાઘોડિયા રોડ, માણેજા, દંતેશ્વર, વડસર, મકરપુરા, તાંદલજા, અકોટા, અટલાદરા, ગોરવા, ગોકુલનગર, સુભાનપુરા, દિવાળીપુરા
ગ્રામ્ય: રણોલી, કરજણ, પાદરા, ડભોઇ(અર્બન), બાજવા, વરણામા, પોર, કોટણા, વેજપુર, મંજુસર, ભાડોલ, કનોડા, કણજટ, કોયલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here