Wednesday, September 29, 2021
Homeવડોદરા : NDRFની છઠ્ઠી બટાલિયનના જવાનોએ મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત 2 ગામના લોકોને સલામત...
Array

વડોદરા : NDRFની છઠ્ઠી બટાલિયનના જવાનોએ મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત 2 ગામના લોકોને સલામત સ્થળે ખસેડ્યા

વડોદરા નજીક જરોદ સ્થિત NDRFની છઠ્ઠી બટાલિયનની ચાર ટીમોના તાલીમબદ્ધ અને સાધન સુસજ્જ જવાનો મહારાષ્ટ્રના ભારે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ ગયા છે. ડોદરા NDRFની છઠ્ઠી બટાલિયનના જવાનોએ મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત 2 ગામના લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

એક સગર્ભા સહિત બે મહિલા, બે વૃદ્ધ દંપતી, બે બાળકો અને એક યુવાનને બચાવ્યા

ટીમોની કામગીરી અંગે જાણકારી આપતાં નાયબ સેનાપતિ અનુપમે જણાવ્યું કે, આ ટીમોએ 5મી બટાલિયનની ટુકડીઓ સાથે મળીને પૂરના પાણી ફરી વળતા કફોડી સ્થિતિમાં મૂકાયેલા આંબેગાવ અને ચીખલી ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં સહયોગ આપ્યો હતો. આ ગામો રત્નાગીરીને જોડતા ધોરીમાર્ગ નં-166 ઉપર આવેલા છે. સલામત સ્થળે ખસેડવામાં આવેલા લોકોમાં એક સગર્ભા સહિત બે મહિલા, બે વૃદ્ધ દંપતી, બે બાળકો અને એક યુવાનનો સમાવેશ થાય છે. એક ટુકડી હાલમાં સાંગલીને જોડતાં વિસ્તારોમાં કાર્યરત છે.

NDRFની ટીમે એક સગર્ભા સહિત બે મહિલા, બે વૃદ્ધ દંપતી, બે બાળકો અને એક યુવાનને બચાવ્યા

NDRFની ટીમે એક સગર્ભા સહિત બે મહિલા, બે વૃદ્ધ દંપતી, બે બાળકો અને એક યુવાનને બચાવ્યા

NDRFની છઠ્ઠી બટાલિયનની 4 ટીમને હવાઈ માર્ગે કોલ્હાપુર મોકલાઇ છે

મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારો વિનાશકારી પૂરમાં સપડાયા છે. જેને અનુલક્ષીને વડોદરા ખાતેની NDRFની છઠ્ઠી બટાલિયનની ચાર ટીમો તાત્કાલિક હવાઈ માર્ગે કોલ્હાપુર મોકલવામાં આવી છે. ભારતીય સેનાના 5 પરિવહન હવાઈ જહાજોની મદદથી આ ટીમોને બચાવ અને રાહતના જરૂરી અદ્યતન ઉપકરણો અને સાધન સુવિધા સાથે પૂરપીડિત ક્ષેત્રમાં પહોંચાડવામાં આવી છે. જ્યાં આ ટીમોના તાલીમબદ્ધ અને કુશળ જવાનો સ્થાનિક પ્રશાસન, પોલીસ અને બચાવ રાહત દળો સાથે કામગીરીમાં જોડાઇ છે.

આંબેગાવ અને ચીખલી ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં સહયોગ આપ્યો

આંબેગાવ અને ચીખલી ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં સહયોગ આપ્યો

ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી

રાજ્યના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતાં આજે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે, જેને પગલે આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાશે, જેમાં કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments