વડોદરા : પત્ની અને સાસ-સસરાના ત્રાસથી પરેશાન યુવકે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી

0
3

વડોદરા નજીક આવેલા કરચિયા ગામ પાસે આવેલી આમ્રપાલી સોસાયટીમાં 31 વર્ષના યુવાને ઘર કંકાસમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. યુવાને અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, મારા સાસુ-સસરા તથા મારી પત્નીના ત્રાસ બાદ મારા માટે આત્મહત્યા કરવા સિવાયનો કોઇ ઓપ્શન બાકી રહેતો નથી. હું આત્મહત્યા કરી રહ્યો છું, તે આત્મહત્યા નથી, પણ મર્ડર છે. મને મરવા માટે મજબૂર કરનારા મારી પત્ની તથા તેના મા-બાપને સજા થાય, એવી મારી આશા છે.

યુવાને દરવાજો ન ખોલતા પરિવારે પોલીસને જાણ કરી

વડોદરા કરચિયા ગામ પાસે આવેલી આમ્રપાલી સોસાયટીના મકાન નં-24માં રહેતા શિરીષ હસમુખભાઇ દરજીએ વકીલાતનો અભ્યાસ કરેલો હતો અને હાલ તે પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. શિરીષે પોતાના ઘરના રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. રૂમની અંદર ગયા બાદ વધુ સમય થયો હોવા છતાં રૂમનો દરવાજો ન ખોલતા સોસાયટીના રહીશો અને પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરી હતી. જેથી જવાહરનગર પોલીસ ઘટના સ્થળે પહોંચીને રૂમ ખોલી હતી.

પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો

રૂમનો દરવાજો ખોલતા શિરીષ દરજી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યાં તબીબે શિરીષને મૃત જાહેર કર્યો હતો. સ્થાનિક પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બાજવા સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

પોલીસને મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ મળી

પોલીસને મૃતદેહ પાસેથી શિરીષે લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેને આધારે વધુ તપાસ શરૂ કરી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આર્થિક સંકડામણ અને ઘરેલુ ઝઘડાના કારણે શિરીષ દરજીએ આત્મહત્યા કરી લીધી હતી.

યુવાને લખેલી સુસાઇડ નોટ અક્ષરશઃ

હું શું કહું તે મને સમજાતુ નથી. હું મારી હાર પહેલેથી જ માની ચુક્યો છું, ને હાર માનીને પહેલા પણ ઘર છોડીને જતો રહ્યો હતો. પણ મે મારા મમ્મી તથા ભાઇ માટે વિચારીને પાછો આવી ગયો હતો. મારા પાછા આવ્યા બાદ પણ મારી પત્ની મોનિકા દ્વારા મને ટોર્ચર કરવાનું બંધ કરવામાં ન આવતા તથા સાસુ-સસરા દ્વારા પણ તેને સમજાવવામાં ન આવી, મે મારા દ્વારા બનતા પ્રયત્નો કર્યાં કે મારા દ્વારા મારી પત્ની તથા તેના મા-બાપ માની જાયને આ સમસ્યાનો ઉકેલ આવી જાય. પણ આખરે મારા સાસુ-સસરા તથા મારી પત્નીના ત્રાસ બાદ મારા માટે આત્મહત્યા કરવા સિવાયનો કોઇ ઓપ્શન બાકી રહેતો નથી.

મારી આત્મહત્યા નથી, પણ મર્ડર છે

બસ હું આત્મહત્યા જે કરી રહ્યો છું, તે આત્મહત્યા નથી. પણ મર્ડર છે. મારી મારા પરિવાર તથા પોલીસને જાણ થાય મારા મરવા બાદ મને મરવા માટે મજબૂર કરનારા મારી પત્ની તથા તેના મા-બાપને સજા થાય, એવી મારી આશા છે. મારી પત્નીનું પુરૂં નામ મોનિકા શીરીષ દરજી છે. તથા તેના પપ્પાનું નામ કલદાસનાથ જેશવાણી તથા માતાનું નામ ગીતાબેન કલદાસનાથ જેશવાણી છે. તથા તેના ભાઇ દ્વારા પણ તેનો પુરતો સાથ આપવામાં આવ્યો છે.

મારું મર્ડર કરનારને સજા મળવી જોઇએ

મને પણ જાણ છે કે, આત્મહત્યા એ કાયરતાનું પ્રતિક છે. પણ મારી જગ્યાએ પોતાને મૂકીને જોવો. તો કદાચ આત્મહત્યા કરવા મજબૂર કરનાર વધારે ગુનેગાર દેખાશે. મને લાગે છે કે, કદાચ મારી પત્ની તથા તેના ઘરવાળા મારા મોતની રાહ જોવે છે ને હું તેમની ઇચ્છા પૂરી કરવા નથી માગતો માટે મને હેરાન પરેશાન તથા માનસિક ત્રાસ આપી મારો જીવ લેવા બેઠા છે. બસ આખરમાં મારા મરવા બાદ મારું મર્ડર કરનારને સજા મળવી જોઇએ બસ. મને ત્રાસ આપેલ છે કે નહીં મારા વોટ્સએપ મેસેજમાંથી ખબર પડી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here