વડોદરા : બે સંસ્થાઓ કોરોનાના દર્દીના મૃત્યુ બાદ મૃતદેહોને સ્મશાનમાં પહોંચાડીને અંતિમવિધિ કરશે

0
1

વડોદરામાં વધતા જતાં કોરોના કેસની સાથે દર્દીઓના મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ પરિસ્થિતિમાં જો કોઇ પરિવારના સભ્યના મોત બાદ મદદ માટે પરિવારના અન્ય સભ્યો ઉપલબ્ધ કે સક્ષમ ન હોય તો પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેનું સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને ગૌ સેવા સમિતિ જરૂરિયાતમંદોની મદદે આવશે અને મૃતદહેને એમ્બ્યુલન્સમાં સ્મશાનમાં પહોંચાડીને અંતિમવિધિ પૂર્ણ કરશે.

રોજ 10થી વધુ લોકો કોરોનાથી મૃત્યુ પામે છે
વડોદરામાં કોરોનાના નવા કેસોમાં સતત ઉછાળા બાદ હાલના દિવસોમાં ખુબ મોટી સંખ્યામાં દર્દીઓના મોત નિપજી રહ્યા છે. બિનસત્તાવાર રીતે દૈનિક 10થી વધુ દર્દીઓ હોસ્પિટલ તથા હોમ ક્વોરન્ટીન દરમિયાન મોતને ભેટી રહ્યા છે. ઘણી વખત પરિસ્થિતિ એવી હોય છે કે, દર્દીના મૃત્યુ ટાણે પરિવારના અન્ય સંબંધીઓ વડોદરા શહેરની બહાર હોય અથવા તો તેઓ પણ કોરોનાગ્રસ્ત હોવાથી સારવાર માટે દાખલ હોય. આ પરિસ્થિતિમાં મૃતક દર્દીની અંતિમ વિધિની પ્રક્રિયામાં અનેક જટીલ મુશ્કેલીઓ જોવા મળતી હોય છે. આવી પરિસ્થિતિ વખતે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે સંચાલિત સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ગૌ સેવા સમિતિ મદદે આવશે.

મૃતદેહને પીપીઈ કીટમાં લપેટી તેને સ્મશાનમાં પહોંચાડી અંતિમવિધિ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે
મૃતદેહને પીપીઈ કીટમાં લપેટી તેને સ્મશાનમાં પહોંચાડી અંતિમવિધિ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે

મૃતદેહને પીપીઈ કીટમાં લપેટીને સ્મશાનમાં પહોંચાડી અંતિમવિધિ કરશે
આ સંસ્થાઓ મૃતકની અંતિમવિધિની વ્યવસ્થા કરશે તેમજ મૃતદેહને પીપીઈ કીટમાં લપેટી તેને સ્મશાનમાં પહોંચાડી અંતિમવિધિ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે. આમ કોરોનાકાળમાં લોકોના દુઃખમાં મદદરૂપ થવાનો સંસ્થા દ્વારા એક ઉમદા પ્રયાસ કરવામાં આવશે.

સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને ગૌ સેવા સમિતિ દ્વારા 5 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી
સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને ગૌ સેવા સમિતિ દ્વારા 5 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી

સંસ્થાઓ વિનામૂલ્યે અંતિમવિધિ કરશે
કોરોનાનો ખોફ એટલો બધો ડરામણો છે કે, ભલભલા ભડવીરોને પણ ઘડીભર પસીનો છૂટી જાય અને તેવા માહોલમાં મૃત્યુ પામેલા લોકોના મૃત શરીરને હોસ્પિટલથી સ્મશાનમાં લઈ જવાનો હોય છે . માનવતાને જ નજર સમક્ષ રાખીને જન સેવાના આ કાર્યને પોતાના ઘરના જ સ્વજન સમજીને મરણ પામનાર વ્યક્તિની અંતિમ ક્રિયા પણ સારી રીતે થાય તે જવાબદારી સાંઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગૌરક્ષા સમિતિએ ઉઠાવી છે. વડોદરામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની અંતિમક્રિયા જનસેવકો તેમની ટીમ સાથે વિનામૂલ્યે કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here