Saturday, September 25, 2021
Homeવડોદરા : પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી આરોપી ભાગી જવાની ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ...
Array

વડોદરા : પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી આરોપી ભાગી જવાની ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

દાગીના ચમકાવી આપવાના બહાને છેતરપિંડી કરનાર આરોપી આજે સાંજે લઘુશંકા કરવાના બહાને શૌચાલયની બારીમાંથી કુદીને ભાગી ગયો હતો. આ ગુનામાં પી.એસ.ઓ.સહિત બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વાઘોડિયા રોડ પર કલ્પના સોસાયટીમાં રહેતા જનકબેન માધવસિંહ ઠાકોર ગત ૭ મી તારીખે ઘરે હતા. તે દરમિયાન ત્રણ અજાણ્યા આરોપી સેલ્સમેનના સ્વાંગમાં આવ્યા હતા. તેમણે જનકબેનને બંગડીઓ ચમકાવી આપવાનું કહ્યું હતું. પરંતુ, જનકબેને ના પાડતા આરોપીઓ તેમના હાથમાંથી બંગડીઓ કાઢી ભાગ્યા હતા. બનાવની જાણ પોલીસને કરાતા પાણીગેટ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ પૈકી એક આરોપી દુર્ગેશકુમાર ક્રિષ્ણાકુમાર ગુપ્તા (રહે.બિહાર)ને ઝડપી પાડયો હતો. લઘુશંકાના બહાને પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપની બહાર શૌચાલયની બારીમાંથી કુદીને તે ભાગી ગયો હતો. પોલીસે તેને ઝડપી પાડવા માટે ટીમ બનાવી હતી. પરંતુ, આરોપી પકડાયો નથી.

દરમિયાન, ફરજમાં બેદરકારી રાખવા બદલ પાણીગેટ પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ.ગુણવંતભાઇ અને હેડ કોન્સ્ટેબલ સરોજબેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments