Saturday, September 18, 2021
Homeવડોદરા : કેનાલમાં બે વિદ્યાર્થી ડૂબ્યા,એકનો બચાવ
Array

વડોદરા : કેનાલમાં બે વિદ્યાર્થી ડૂબ્યા,એકનો બચાવ

વડોદરા પાસેથી પસાર થતી કેનાલોમાં ડૂબવાના અવારનવાર બનાવો બની રહ્યા છે. જેમાં આજે વધુ એક બનાવ બનતાં ડૂબેલા બે વિદ્યાર્થીઓ પૈકી એકનો બચાવ થયો હતો.

લક્ષ્મીપુરા વિસ્તારમાં સ્વામિનારાયણ હાઇટ્સ ખાતે રહેતા ૧૪ વર્ષીય વયના બે મિત્રો ચાર્લ્સ રેમસન ક્રિશ્ચન અને શિવમ ભાવેશભાઇ નાઇ આજે સવારે સાડા અગિયારેક વાગે સાઇકલ લઇને ફરવા નીકળ્યા હતા.

બંને મિત્રો ગોરવા પંચવટી થી અંકોડિયા તરફ જતી નર્મદા કેનાલ પાસે રોકાયા હતા અને નાહવા માટે અંદર ઉતરતાં પાણીના વહેણમાં તેઓ તણાયા હતા. બંને મિત્રોને ડૂબતાં જોઇ બૂમરાણ મચી હતી.

લોકોએ હિંમતભેર તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં શિવમ નાઇને જીવતો બહાર કાઢી સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે, ગુમ થયેલા બીજા વિદ્યાર્થીને શોધવા માટે છાણી ટીપી-૧૩ ફાયર બ્રિગેડની મદદ લેવાતાં તેમણે થોડી વારમાં જ વિદ્યાર્થીને બહાર કાઢ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તે બચી શક્યો નહતો. ગોરવા પોલીસના હેકો શૈલેન્દ્રભાઇએ આ અંગે કાર્યવાહી કરી હતી.

વડોદરાની આસપાસની કેનાલો પાસે યુવક-યુવતીઓના ટોળાં જામે છે

વરસાદી માહોલમાં કુદરત ખીલી ઉઠતી હોવાથી અને કેનાલની આસપાસનો રમણીય નજારો જોવા મળતો હોવાથી યુવક-યુવતીઓ મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે.

ડૂબેલા વિદ્યાર્થીને બચાવનાર પ્રવિણભાઇના કહેવા મુજબ, કુદરતનો નજારો જોવા ભેગા થતા લોકોમાંથી કેટલાક લોકો કેનાલોમાં ઉતરવાનું જોખમ લેતા હોય છે.

કેનાલમાં લીલનું પ્રમાણ વધુ હોવાથી તેમજ પાણીનું વહેણ પણ વધુ હોવાથી અંદર ઉતર્યા બાદ લોકો ગભરાઇ જતા હોય છે અને તેના કારણે ડૂબવાના બનાવો બનતા હોય છે.જેથી વાલીઓએ આ બાબતે ખાસ તકેદારી રાખવી જરૃરી છે.

એક પળનો વિચાર કર્યા વગર મહિલાએ સાડી ઉતારી આપતાં એક નો જીવ બચ્યો

પંચવટી-અંકોડિયા વિસ્તારની કેનાલમાં ડૂબેલા વિદ્યાર્થીને બચાવવા માટે એક મહિલાએ કાબિલેદાદ હિંમત બતાવી હતી.

પંચવટીથી આગળ જતી કેનાલમાં બે માસૂમ વિદ્યાર્થીઓ ડૂબી રહ્યા હતા અને મદદનો પોકાર પાડી રહ્યા હતા. જેથી પ્રવિણ પ્રજાપતિ નામનો યુવક તેમજ અન્ય યુવકો કેનાલમાં ઉતર્યા હતા. તેમણે ડૂબતા વિદ્યાર્થીને બહાર કાઢવા કોઇ દોરડું કે બીજું કોઇ સાધન શોધ્યું હતું.

આ વખતે ત્યાં હાજર એક મહિલાએ એક ક્ષણનો વિચાર કર્યા વગર પોતાની સાડી ઉતારી આપતાં પ્રવિણભાઇએ સાડી નાંખી એક વિદ્યાર્થીને બચાવી લીધો હતો.બનાવ વખતે હાજર રાજેશ આયરેએ કહ્યું હતું કે, આ બનાવ બાદ મહિલા તુર્તજ સાડી લઇ ત્યાંથી રવાના થઇ ગઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments