Sunday, September 19, 2021
Homeવડોદરા : 100 વેન્ટિલેટરનો જથ્થો લઈને બે ટ્રક હૈદરાબાદથી મંગાવવા પડ્યા
Array

વડોદરા : 100 વેન્ટિલેટરનો જથ્થો લઈને બે ટ્રક હૈદરાબાદથી મંગાવવા પડ્યા

વડોદરા શહેરમાં દિવસે ને દિવસે કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે, હવે રોજ 400થી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે શનિવારે મોડી રાત્રે હૈદરાબાદથી 100 વેન્ટિલેટરનો જથ્થો લઈને બે ટ્રક વડોદરા શહેરમાં આવી પહોંચી હતી. આ વેન્ટિલેટર ભારત ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદિત છે.

વડોદરામાં બે ટ્રક ભરીને 100 વેન્ટિલેટર હૈદરાબાદથી મંગાવવા પડ્યા હતા
વડોદરામાં બે ટ્રક ભરીને 100 વેન્ટિલેટર હૈદરાબાદથી મંગાવવા પડ્યા હતા

બાયોમેડિકલ ઇજનેરો અને ટેક્નિશિયનની ટીમ વેન્ટિલેટર સ્થાપિત કરશે
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, આ વેન્ટિલેટર આજે સરકારી કોવિડ હોસ્પિટલો અને નિઃશુલ્ક બેડ વાળી ખાનગી હોસ્પિટલોને વિતરિત કરાશે. બાયોમેડિકલ ઇજનેરો અને ટેક્નિશિયનની તૈયાર રાખવામાં આવેલી ટીમ આજે આ ઉપકરણોને સ્થાપિત કરી દેશે.

સરકારી હોસ્પિટલો-નિઃશુલ્ક બેડવાળી ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર પહોંચાડાશે
સરકારી હોસ્પિટલો-નિઃશુલ્ક બેડવાળી ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર પહોંચાડાશે

વડોદરા જિલ્લા આયુર્વેદ શાખાએ સૈનિકો માટે આયુર્વેદિક દવાઓ આપી
વડોદરા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાએ ભારતીય સેનાના સ્થાનિક એકમને સૈનિકોની આરોગ્ય રક્ષા માટે આયુર્વેદિક દવાઓ પૂરી પાડી છે. વડોદરા જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય સુધીર જોષીએ જણાવ્યું હતું કે, સેના એકમ દ્વારા રોગ પ્રતિકાર શક્તિ વધારતાં આયુર્વેદિક ઔષધોની માંગ કરવામાં આવી હતી. સૈનિકોની આરોગ્ય રક્ષા એ સહુની ફરજ છે, એમાં યોગદાન આપવાની મળેલી તક એ અમારે મન હર્ષ અને ગૌરવનો વિષય છે, તેમ તેમણે જણાવ્યું હતું.

ભારતીય સેનાના સ્થાનિક એકમને સૈનિકોની આરોગ્ય રક્ષા માટે આયુર્વેદિક દવાઓ પૂરી પાડી
ભારતીય સેનાના સ્થાનિક એકમને સૈનિકોની આરોગ્ય રક્ષા માટે આયુર્વેદિક દવાઓ પૂરી પાડી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments