વડોદરા : ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ગુજરાતની બે દિવસની મુલાકાતે, એરપોર્ટ પર સ્વાગત કરાયું

0
33

વડોદરાઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. આજે સવારે 10 વાગ્યે તેમનું વડોદરા એરપોર્ટ ખાતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટ, મેયર ડો. જીગીશાબહેન શેઠ, ઈ.એમ.ઈ.,વડોદરા એકમના સેનાપતિ રાજુ, વડોદરા જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જોડાયા હતા.


આજે નશનલ ડેરી ડેવપમેન્ટ કોર્પોરેશન, અમૂલ કેમ્પસની મુલાકાત લેશે
ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુ આજે 14 ડિસેમ્બરે આણંદ ખાતે નેશનલ ડેરી ડેવપમેન્ટ કોર્પોરેશન, અમૂલ કેમ્પસની મુલાકાત લેશે. ત્યારબાદ રૂરલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટના ફાઉન્ડેશન ડે નિમિત્તે ઇરમા ખાતે હાજરી આપશે. અને ચારૂતર વિદ્યામંડળ, વલ્લભ વિદ્યાનગરમાં પ્લેટિનમ જ્યુબિલિ સેલિબ્રેશનમાં હાજરી આપશે
ઉપરાષ્ટ્રપતિ ઘોરડો ગામ પાસે રણ મહોત્સવની મુલાકાત લેશે
વેંકૈયા નાયડુ 15 ડિસેમ્બરે સવારે 9.30 કલાકે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના કેમ્પસમાં કોન્વોકેશન સમારોહમાં હાજરી આપીને વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે. અને 11.45 કલાકે ગુજરાત પોલીસ અકાદમી, કરાઇના સમારંભમાં હાજર રહેશે. સાંજે 6.35 કલાકે કચ્છના ભૂજમાં આવેલા ઘોરડો ખાતે પાસે રણ મહોત્સવની મુલાકાત લેશે અને ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here