વડોદરા : જિલ્લામાં ગામના કેટલાંક વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરાયા

0
0

વડોદરા. કોરોના પોઝિટિવ કેસના સંદર્ભમાં જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચનાથી તકેદારીને લગતું જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે. જિલ્લાના પાદરા અને કરજણ નગર તેમજ શિનોર તાલુકાના ઊતરાજ અને વડોદરા તાલુકાના ઉંડેરા 1,દશરથ અને શંકરપુરા – જોબન ટેકરી ગામોમાં કોરોના પોઝિટિવ કેસો નોંધાતા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર વડોદરાની સૂચનાથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે તકેદારી ના પગલાં રૂપે જાહેરનામા દ્વારા ગામના કેટલાંક વિસ્તારોને કટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરી વિવિધ નિયંત્રણો અમલમાં મૂક્યા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તેની ભલામણ કરવામાં આવી હતી.

ફરજ પરની વ્યક્તિઓ સિવાય આ ઝોનમાં અન્ય તમામની અવર જવરની મનાઈ

શિનોર તાલુકાના ઉતરાજ ગામના ભૂલા ભુદરની ખડકોના 11 ઘર અને 42 ની વસ્તી,કરજણ નગરમાં હરિદર્શન સોસાયટી અને ફરટીલાઇઝર નગરના  55 ઘરો અને 305 લોકોની વસ્તી,પાદરા નગરમાં 26 રામેશ્વર સોસાયટી અને ભોખનખાડાના 26 ઘર અને 112ની વસ્તી, રાયણવાડી ખડકી,નવાપુરા ના 58 ઘર અને 236 ની વસ્તી,  વડોદરા તાલુકાના ઊંડેરા 1 ગામની એ 14,કૃષ્ણ દીપ સોસાયટીના 25 ઘર અને 97 ની વસ્તી,દશરથ ગામના બ્રાહ્મણ ફળિયાના 12 ઘરની 58ની વસ્તી અને શંકરપૂરા – જોબન ટેકરી ના જોબન ટેકરી – ગોકુલેશ નગરના 23 ઘર અને 12ની વસ્તીને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી છે. તંત્ર દ્વારા આ વિસ્તારમાં વખતોવખત ની સૂચનાઓ પ્રમાણે પ્રવૃત્તિઓ હાથ ધરાશે. સરકારી ફરજ પરની વ્યક્તિઓ સિવાય આ ઝોનમાં અન્ય તમામની અવર જવરની મનાઈ રહેશે.આ વિસ્તારના નિવાસીઓને તંત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની હોમ ડિલિવરી કરશે.

બફર ઝોન પણ જાહેર કરાયા

ઊતરાજ ગામના ભૂલા ભૂદરની ખડકીના બાકીના મકાન અને જોષી ફળિયાના 16 ઘર અને 50ની વસ્તી,કરજણ નગરના ફરતીલાઇજર નગર અને વૃંદાવન સોસાયટીના 91 ઘર અને 408ની વસ્તી,પાદરા નગરમાં રામેશ્વર સોસાયટીના બાકીના મકાનો અને રોડ પરના મકાનોના 47 ઘરોની 235ની વસ્તી,હનુમાનજી મંદિર અને નવાપુરા ની 24 ઘર અને 133ની વસ્તી, વડોદરા તાલુકાના ઊંડેરા 1ની કૃષ્ણ દીપ સોસાયટીના બાકીના 35 ઘર અને 142ની વસ્તી,દશરથ ગામના બ્રાહ્મણ ફળિયાનો બાકીના વિસ્તારના 38 ઘર અને 171ની વસ્તી તથા શંકરપુરા જોબન ટેકરીના ગોકુલેશ નગર સોસાયટીના બાકીના વિસ્તારના 597 ઘર અને 373 ની વસ્તીને બફર ઝોનમાં મૂકવામાં આવી છે.

સવારના 8 વાગ્યા થી બપોરના 3 વાગ્યા સુધી ખરીદીની મુક્તિ

બફર ઝોનના રહેવાસીઓને ગામની હદમાં સવારના 8 વાગ્યા થી બપોરના 3 વાગ્યા સુધી આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદી માટે મુક્તિ રહેશે અને આ સમય દરમિયાન બે પૈડાં વાળા વાહન પર એક વ્યક્તિ અને 3/4 પૈડાં વાળા વાહન પર બે વ્યક્તિ પ્રવાસ કરી શકશે.આ વિસ્તારોમાં ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વખતોવખત ની સૂચનાઓ પ્રમાણે કામગીરી કરવાની રહેશે અને ઇન્સિડેન્ટ કમાંડર આનુષાંગિક તમામ કાર્યવાહી કરશે. આ સૂચનાઓનું ઉલ્લંઘન રોગચાળા નિયંત્રણના તેમજ આપદા પ્રબંધનના કાયદાની વિવિધ જોગવાઈઓ અનુસાર કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here