વડોદરા : વિનોદ રાવે મોડી રાત્રે સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી

0
5

વડોદરામાં ફરજ પરના ખાસ અધિકારી(OSD) વિનોદ રાવે ગુરૂવારે મોડી રાત્રે સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. વિનોદ રાવે જણાવ્યું હતું કે, ડોક્ટરો, નર્સો, એમ્બ્યુલન્સ ડ્રાઇવરો, વોર્ડ બોય્ઝ અને સિક્યુરિટી ગાર્ડ્સની પ્રતિબદ્ધતા, નિષ્ઠા અને શિસ્ત જોવા મળી હતી. હાલ સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં આજે સવાર સુધીમાં કુલ 1258 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે.વડોદરા શહેર કોંગ્રેસના અગ્રણી ચિરાગ ઝવેરી, તેમના પત્ની અને પુત્ર કોરોના સંક્રમિત થયા છે.

પોઝિટિવ કેસનો કુલ આંક 31,499 પર પહોંચી ગયો
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 31,499 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 260 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 28,043 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 3196 એક્ટિવ કેસ પૈકી 174 દર્દી ઓક્સિજન ઉપર અને 112 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 2910 દર્દીની હાલત સ્થિર છે..

વડોદરા રૂરલમાં સૌથી વધુ 8741 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 31,499 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 4878, પશ્ચિમ ઝોનમાં 5569, ઉત્તર ઝોનમાં 6311, દક્ષિણ ઝોનમાં 5964, વડોદરા ગ્રામ્યમાં 8741 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં આજે સવાર સુધીમાં કુલ 1258 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે
સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં આજે સવાર સુધીમાં કુલ 1258 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે

ગુરૂવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
 બાપોદ, કિશનવાડી, પરિવાર ચાર સ્તા, આજવા રોડ, રામદેવનગર, સવાદ, વારસિયા, ફતેપુરા, કારેલીબાગ, નવાપુરા, નવાયાર્ડ, સમા, શિયાબાગ, એકતાનગર, ગાજરવાડી, કપુરાઇ, માંજલપુર, યમુનામિલ, માણેજા, મકરપુરા, તાંદલજા, તરસાલી, અટલાદરા, અકોટા, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, દિવાળીપુરા જેતલપુર
ગ્રામ્ય: પાદરા, કોયલી, થુવાવી, કેલનપુર, અનગઢ, ચાણસદ, પોર, વાઘોડિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here