વડોદરાઃ જો તમે સમજતા હોયકે ટ્રાફિક નિયમનો ભંગ કરવાનો પહેલો ગુનો કરવા બદલ કાંઇ નહી થાય તો તે ભૂલ ભરેલુ છે. ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ પહેલા ગુનામાં પણ લાઇસન્સ રદ થઇ શકે છે. વડોદરામાં 25 લાઇસન્સ કેન્સલ કરવા રજૂઅાત થઇ છે. બે કેન્સલ થયાં છે. 8 ની સુનાવણી થઇ છે.
RTOએ અપનાવ્યું કડક પગલું
RTO દ્વારા ટ્રાફિક નિયમ અંગે કડક વલણ અપનાવાયુ છે. જો તમારો ગુનો ગંભીર જણાશે તો સુનાવણી બાદ તમારૂ લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લઇ શકે છે. મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 19નો કડક અમલ શરૂ કરવા ટ્રાન્સપોર્ટ કમિશ્નરે તમામ RTO પરિપત્ર કર્યો છે. અત્યાર સુધી સસ્પેન્ડ લાઇસન્સ ત્રણ મહિને ફરી કાર્યરત થઇ શકતુ હતું. ત્રણ ગુના બાદ લાઇસન્સ કાયમ માટે કેન્સલ થતું હતુ઼ં. પરંતુ હવે કડક પગલાં લેવાય છે.
ડેન્જર ડ્રાઇવિંગમાં શું શું ગણાય છે?
- દારૂ પીને વાહન ચલાવવું
- ટ્રાફિક સિગ્નલ જંપ કરવું
- મોબાઇલ પર વાત કરવી
- રોંગ સાઇડ જવું
- ફેટલ એક્સિડન્ટ
- ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવા
- ગુડ્સ વ્હીકલમાં પેસેન્જર બેસાડવા
- ઓવર સ્પીડ
પોલીસ કમિશનર અપીલ અધિકારી
ટ્રાફિક પોલીસ દ્વારા RTO મેમો મોકલાય છે. તેમજ RTO પણ લાઇસન્સ સસ્પેન્ડને બદલે કેન્સલ માટે કાર્યવાહી કરી શકે છે. પરંતુ જો વાહન ચાલકે પોતે પહેલો ગુનો અને ભૂલથી ગુનો કર્યો હોય અને જે અંગે લાઇસન્સ રદ ન થાય તે માટે પોલીસ કમિશ્નરને અપીલ કરી શકે છે.
બે લાઇસન્સ કેન્સલ થયાં છે
ફેટલ એક્સિડેન્ટ કરનાર ચાર એસટી ડ્રાયવર પૈકી એક ડ્રાયવર સુનાવણીમા ગેરહાજર હતો. બે લાઇસન્સ રદ કર્યા છે. ખાનગી વાહનચાલકો પૈકી 8નું હીયરિંગ થયું છે. નવા પરિપત્ર મુજબ અમે જાતે પણ નોટિસ આપીશું. સીધું લાઇસન્સ કેન્સલ થશે. – ડી.ડી. પંડ્યા, RTO.