Monday, October 25, 2021
Homeવડોદરા : તાઉ-તે બાદ પાણીની પારાયણ : મહી નદીના 3 ફ્રેન્ચવેલનો વીજ...
Array

વડોદરા : તાઉ-તે બાદ પાણીની પારાયણ : મહી નદીના 3 ફ્રેન્ચવેલનો વીજ પુરવઠો ખોરવાતા પાણીની કટોકટી ઉભી થઇ

તાઉ-તે વાવાઝોડાને પગલે વડોદરા મહાનગરપાલિકાના મહી નદી ખાતેના ચારમાંથી ત્રણ ફ્રેન્ચવેલનો વીજ પુરવઠો ન હોવાથી પંપો બંધ થઇ જતાં પાણીની કટોકટી સર્જાઇ છે. જેને લઇને શહેરના પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં બુધવારે 10થી 20 મિનિટ સુધીનો પાણી કાપ રહેશે. જ્યારે પૂર્વ વિસ્તારમાં પણ 10થી 15 મિનિટ કાપ રહેશે. આજે શહેરીજનોએ કરકસર યુક્ત રીતે પાણીનો ઉપયોગ કરવો વધારે હિતાવહ છે.

રાયકા, દોડકા, ફાજલપુરની વીજ લાઇન પર ઝાડ પડવાથી વીજ પુરવઠો ઠપ

તાઉ-તે વાવાઝોડું પસાર થઇ ગયા બાદ મહી નદી ખાતેના રાયકા, દોડકા અને ફાજલપુર ગામની વીજલાઇન પર ઝાડ પડવાથી વીજ પુરવઠો ઠપ થઇ ગયો હતો, જેથી રાયકા દોડકા અને ફાજલપુરના 13 પંપો બંધ થઇ ગયા હતા. મંગળવારે ભારે પવન અને વરસાદમાં વીજ નિગમનો સ્ટાફ ફોલ્ટ શોધી રહ્યા હતા અને ફોલ્ટ મળતા જ રિપેરિંગ કામ શરૂ કરી દીધું હતું.

શહેર કુલ 4 કરોડ 70 લાખ લીટર પાણી ઓછું મળ્યું

મહી નદી ખાતે માત્ર પોઇચાના પંપ ચાલુ છે. પાલિકાને રાયકા, દોડકા અને ફાજલપુર કૂવામાંથી 37 એમએલડી એટલે કે 3 કરોડ 70 લાખ લીટરની ઘટ પડશે. જ્યારે ખાનપુરમાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં ત્યાં પણ 10 એમએલડી એટલે કે 1 કરોડ લીટર ઘટ પડી છે. આમ કુલ 4 કરોડ 70 લાખ લીટર પાણી ઓછું મળ્યું છે.

વીજ પુરવઠો પૂર્વવત ન થાય તો વધુ દોઢ કરોડ લીટર પાણીની અછત ઊભી થશે

ત્રણેય કુવાનું પાણી શહેરના ઉત્તર અને દક્ષિણ ઝોનમાં 10 લાખની વસ્તીને મંગળવારની સાંજે જ પાણીની તકલીફ પડી હતી. અને બુધવારની સવારે આ ટાંકી હેઠળના સવારના ઝોનમાં પણ પાણીની રામાયણ રહેશે. જો સમયસર વીજ પુરવઠો પૂર્વવત ન થાય તો વધુ દોઢ કરોડ લીટર પાણીની અછત ઊભી થશે અને તેના લીધે વધુ પાણી કાપ મૂકવો પડે તેવી સ્થિતિ સર્જાશે. આમ વડોદરા શહેરને એક જ દિસવમાં આશરે 6.20 કરોડ લીટર પાણીનો જથ્થો ઓછો મળતા વરસાદમાં પણ પાણીની મોકાણ સર્જાય તેવી સ્થિતિ ઉભી થશે.

ફાજલપુર કૂવાથી 1 કરોડ 80 લાખ લીટર પાણી ઓછું મળ્યું

ગત સાંજે 5 વાગ્યા સુધીમાં રાયકા કૂવામાંથી 1 કરોડ 35 લાખ લીટર, દોડકા કૂવામાંથી 54 લાખ લીટર, દોડકા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી 72 લાખ લીટર, પોઇચા કૂવાથી 18 લાખ લીટર અને ફાજલપુર કૂવાથી 1 કરોડ 80 લાખ લીટર પાણી ઓછું મળ્યું હતું.

શહેરીજનોને ચોમાસાની ઋતુમાં ઓછી હાલાકી ભોગવવી પડશે

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ પાલિકા દ્વારા ઠેર-ઠેર પ્રિ મોન્સૂન કામગીરી હાથ કરવામાં આવી રહી છે. તાઉ-તે વાવાઝોડાની અસરને પગલે શહેરમાં સર્જાયેલી સ્થિતિ પરથી અંદાજો લગાડી શકાય કે, હજી તંત્રએ પ્રિ મોન્સૂન કામગીરી વધુ સઘન બનાવવાની જરૂરત છે. વાવાઝોડાની ઘટનાથી બોધપાઠ લઈને કામગીરી કરવામાં આવશે તો શહેરીજનોને ચોમાસાની ઋતુમાં ઓછી હાલાકી ભોગવવી પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments