Friday, March 29, 2024
Homeવડોદરા - જળબંબાકાર 35 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 14 કલાકમાં 20 ઇંચ...
Array

વડોદરા – જળબંબાકાર 35 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 14 કલાકમાં 20 ઇંચ વરસાદ

- Advertisement -

સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 221 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વડોદરામાં 14 કલાકમાં 20 ઈંચ વરસાદ વરસ્યો છે. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વડોદરામાં 962 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ જરૂરી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. વડોદરાના ઉડેરા ગામમાં તળાવના આજુબાજુ વિસ્તારના 200 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેઓને પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. સોખડા ગામના રામટેકરા વિસ્તારના પણ 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેઓને પણ પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. ભાયલી ગામના ગ્રાઉન્ડ વલ્ડ અને આંબેડકર ફળીયાના 150 લોકોનું પ્રાથમિક શાળામાં સ્થાંળતર કરવામાં આવ્યું છે. કોટલી ગામના નવીનગરી વિસ્તારના 150 લોકોનુ પણ ગામની પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ઉપરાંત વેમાલીમાંથી 90, વરણામામાંથી 12 અને ચાપડમાંથી 70 અને દેણામાંથી 90 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વિરોદ ગામના 20 લોકોને ઉચાણવાળા વિસ્તારમાં ખસેડવામાં આવ્યા છે. તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત અનેક સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે આગામી પાંચ દિવસમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી 4 ઓગસ્ટે વધુ એક સિસ્ટમ બનશે. ત્યારે ભારે વરસાદની આગાહીને લઇ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

ક્યાં કેટલો વરસાદ:

  • હાલોલમાં 7.5 ઈંચ, ડભોઈમાં 7.5 ઈંચ વરસાદ
  • સંખેડામાં 6 ઈંચ, કરજણમાં 6 ઈંચ વરસાદ
  • તિલકવાડામાં 6 ઈંચ, વંથલીમાં 6 ઈંચ વરસાદ
  • સાણંદમાં સવા 5 ઈંચ, વાઘોડિયામાં સવા 5 ઈંચ વરસાદ
  • ઉમરપાડામાં 5 ઈંચ, વઘઈમાં 4.5 ઈંચ વરસાદ
  • બોડેલીમાં 4.5 ઈંચ, વીસાવદરમાં સવા 4 ઈંચ વરસાદ
  • કલોલમાં સવા 4 ઈંચ, માણાવદરમાં સવા 4 ઈંચ વરસાદ
  • જૂનાગઢમાં 4 ઈંચ, માંડવિમાં 4 ઈંચ વરસાદ
  • વાસોમાં 4 ઈંચ, નડિયાદમાં 4 ઈંચ વરસાદ
  • જાંબુઘોડામાં 4 ઈંચ, વાલોદમાં 4 ઈંચ વરસાદ
  • જંબુસરમાં 4 ઈંચ, ઓલપાડમાં 4 ઈંચ વરસાદ
  • બારડોલીમાં 3.5 ઈંચ, મહુવામાં 3.5 ઈંચ વરસાદ
  • મેંદરડામાં 3.5 ઈંચ, આમોદમાં 3.5 ઈંચ વરસાદ
  • પાદરામાં 3 ઈંચ, ભરૂચમાં 3 ઈંચ વરસાદ
  • આણંદમાં 3 ઈંચ, ધોળકામાં 3 ઈંચ વરસાદ
  • સિદ્ધપુરમાં 3 ઈંચ, મહુધામાં 3 ઈંચ વરસાદ
  • ગરુડેશ્વરમાં 3 ઈંચ, અમદાવાદમાં 2.5 ઈંચ વરસાદ
  • પલસાણામાં 2.5 ઈંચ, બાબરામાં 2.5 ઈંચ વરસાદ
  • બોરસદમાં 2.5 ઈંચ, માતરમાં 2.5 ઈંચ વરસાદ
  • નાંદોદમાં 2.5 ઈંચ, વ્યારામાં 2.5 ઈંચ વરસાદ
  • કપરાડામાં 2.5 ઈંચ, સોનગઢમાં 2.5 ઈંચ વરસાદ
  • ખેડામાં 2.5 ઈંચ, ડોલવણમાં 2.5 ઈંચ વરસાદ
  • સોજીત્રામાં સવા 2 ઈંચ, અંકલેશ્વરમાં સવા 2 ઈંચ વરસાદ
  • વાંસદામાં સવા 2 ઈંચ, દશક્રોઈમાં સવા 2 ઈંચ વરસાદ
  • કામરેજમાં સવા 2 ઈંચ, માંગરોલમાં સવા 2 ઈંચ વરસાદ
  • સિનોરમાં સવા 2 ઈંચ, કેશોદમાં સવા 2 ઈંચ વરસાદ
  • ચોર્યાસીમાં સવા 2 ઈંચ, બાવલામાં સવા 2 ઈંચ વરસાદ

વડોદરામાં ભારે વરસાદની સ્થિતીની ધ્યાનેમાં લઇ તંત્ર અલર્ટ થયું છે. સ્થાનિક NDRFની ટીમને અલર્ટ કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગરથી NDRFની એક ટીમ મોકલવામાં આવી છે. તો NDRFની 2 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરંત સેનાના જવાનોને અલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે અને અમદાવાદ મનપા અને અને સુરત મનપાની ટીમને પણ મદદ માટે બોલાવવામાં આવી છે.

તો હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. તો પાટણ, મહેસાણા, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે નર્મદા, દમણ, દાદરા હવેલી, નવસારી, વલસાડમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે. તો ભાવનગર, અમરેલી, દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular