Monday, September 27, 2021
Homeવડોદરા : જાણીતા ચિત્રકાર જલેન્દુ દવેનું કોરોનાની સારવાર દરમિયાન નિધન
Array

વડોદરા : જાણીતા ચિત્રકાર જલેન્દુ દવેનું કોરોનાની સારવાર દરમિયાન નિધન

વડોદરા શહેરના જાણીતા ચિત્રકાર જલેન્દુ દવેનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. જેને પગલે કલાપ્રેમીઓ શોકમાં ગરકાવ થઇ ગયા છે. છેલ્લા કેટલાક દિવસથી જલેન્દુ દવેની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન ગુરૂવારે મોડી રાત્રે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

પોઝિટિવ કેસનો કુલ આંક 34,526 ઉપર પહોંચી ગયો
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 34,526 ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 278 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 29,663 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 4585 એક્ટિવ કેસ પૈકી 198 દર્દી ઓક્સિજન ઉપર અને 133 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 4254 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 9677 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 34,526 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 5355, પશ્ચિમ ઝોનમાં 6145, ઉત્તર ઝોનમાં 6798, દક્ષિણ ઝોનમાં 6515, વડોદરા ગ્રામ્યમાં 9677 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

ગુરૂવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ- બાપોદ, છીપવાડ, પાણીગેટ, પ્રતાપનગર, કિશનવાડી, રામદેવનગર, સવાદ, સુદામાપુરી, સમા, આજવા રોડ, કારેલીબાગ, નવાયાર્ડ, નવીધરતી, છાણી, ગાજરાવાડી, કપુરાઇ, માંજલપુર, યમુનામિલ, માણેજા, તરસાલી, તાંદલજા, ગોત્રી, અકોટા, ગોરવા, જેતલપુર, દિવાળીપુરા સુભાનપુરા
ગ્રામ્યઃ- ડભોઇ, કરચીયા, બાજવા, કરજણ(અર્બન), ફાજલપુર, ઇટોલા, પોર, વરણામા, દુમાડ, વેમાલી, કોટલી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments