Tuesday, September 21, 2021
Homeવડોદરા : કરિયરની સાથે માતૃત્વ ઝંખતી વર્કિંગ વૂમન ‘સોશિયલ ફ્રિઝિંગ’ કરાવી રહી...
Array

વડોદરા : કરિયરની સાથે માતૃત્વ ઝંખતી વર્કિંગ વૂમન ‘સોશિયલ ફ્રિઝિંગ’ કરાવી રહી છે

મલ્ટીનેશનલ કંપનીમાં ઉંચા હોદ્દા પર ફરજ બજાવતી મહિલાઓ લગ્ન બાદ બાળક આવવાથી કરિયર પર બ્રેક ન વાગી જાય તેના માટે ‘સોશિયલ ફ્રિઝીંગ’ પદ્ધતિ તરફ વળી રહી છે. જેમાં લગ્ન બાદ મહિલાઓ પોતાનું ગર્ભ ફ્રિઝ કરાવી દે છે. જ્યારે પણ કરિયરમાં સંતુષ્ટ થઈ જતી હોય છે ત્યારે તેઓ ફ્રિઝ કરાવેલા ગર્ભમાંથી માતૃત્વની ઝંખના પુરી કરતી હોય છે. મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચી પોસ્ટ પર ફરજ બજાવતી મહિલાઓએ ‘સોશિયલ ફ્રિઝીંગ’ અપનાવી છે.

વડોદરામાં ઓએસીસ ફર્ટીલીટી બ્રાંચના ક્લિનીકલ હેડ ડો.સુષ્મા બક્ષીએ જણાવ્યું કે,હાલ યુગલ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતું હોય અને તેઓ લગ્ન બાદ પણ પોતાના કેરિયર પર વધારે ફોકસ કરતા હોય છે. પરણ્યા બાદ તુરંત બાળક આવે તો તેમના કેરીયર પર બ્રેક વાગી જવાની તેમને ચિંતા રહેતી હોય છે. તેવામાં સ્ત્રી પોતાનું ગર્ભ (એમ્બ્રોયો) ફ્રિઝ કરાવે છે. જ્યારે પણ યુગલ પોતાના કેરિયરથી સંતુષ્ટ થઈ જતા હોય છે,ત્યારે મહિલાઓ પોતાના ફ્રિઝ કરાવેલા બીજમાંથી બાળકની ઈચ્છા પુર્ણ કરતા હોય છે. ડો. બક્ષી કહે છે કે, સ્ત્રીના એગ્સને ફ્રિઝ કરી દેવાય એને ફર્ટીલીટી પ્રિઝર્વેશન કહેવાય છે. સ્ત્રી કે પુરૂષ ફર્ટીલીટી પ્રિઝર્વેશન દ્વારા ખોડખાંપણ વગરના તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે.

માતૃત્વની ઝંખના એટલી કે સ્ત્રીઓ તંદુરસ્ત બાળક મેળવવા અઘરા નિર્ણયો લે છે
લગ્ન બાદ પણ મોટી ઉંમર સુધી બાળક ન થતા છેલ્લે આઈવીએફ મારફતે બાળક માટે તૈયાર થતા હોય છે. જેમાં 35 થી 40 વર્ષની મહિલાઓનો રેશિયો સૌથી વધુ છે. આ વય મર્યાદામાં છેલ્લા 10 વર્ષમાં 25 ટકાનો વધારો થયો છે. મહિલાઓ મોટી ઉંમરે માતૃત્વની ઝંખના લઈને આવે છે અને બસ એક તંદુરસ્ત બાળક આપો કહી તેના માટે ગમે તેવા અઘરા નિર્ણયો લેવાના હોય તો પણ પાછી પાની કરતી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments