BSFમાં ફરજ બજાવતો વડોદરાનો યુવાન આસામ બોર્ડર પર શહીદ, પરિવાર શોકમાં ગરકાવ

0
44

વડોદરાઃ વડોદરા શહેરનો વધુ એક જવાન આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયો છે. શહીદ જવાન સંજય સાધુ બીએસએફમાં ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. વડોદરાના ગોરવા કરોડિયા રોડ પર આવેલી ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા શહીદ જવાનના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

કાલે રાત્રે બીએસએફના જવાનોએ ઘરે આવીને દુ:ખદ સમાચાર આપ્યા
શહીદ જવાનના ભાઇ જગદીશ સાધુએ જણાવ્યું હતું કે, કાલે રાત્રે 10 વાગ્યે બીએસએફના જવાનો અમારા ઘરે આવ્યા હતા. અને તેઓએ તેમને કહ્યું હતું કે, દુઃખદ સમાચાર છે. સંજય સાધુ શહીદ થયા છે. બે દિવસમાં તેમનો પાર્થિવ દેહ વડોદરા લાવવામાં આવશે. જોકે તેઓએ અમને કંઇ વધારે માહિતી આપી નહોતી. મારા ભાઇ સંજયની પત્ની છે, બે છોકરી અને એક છોકરો ગાંધીનગરમાં રહે છે. તેઓએ થોડા સમય પહેલાં જ ગાંધીનગરમાં મકાન રાખ્યુ હતું. અને તહેવારોમાં વડોદરા આવતા હતા. પરંતુ અચાનક જ આ સમાચાર મળતા અમારા પરિવાર દુ:ખી છીએ.

આરીફખાન પઠાણ પણ શહીદ થયો હતો
ગત 22 જુલાઇએ વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેતો આરીફખાન પઠાણ કાશ્મીર બોર્ડર પર શહીદ થયો હતો. ત્યારે ફરીથી વડોદરાના વધુ એક જવાને દેશની રક્ષા કાજે શહીદી વહોરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here