વડોદરા : પત્ની અને સાસુ-સસરાના ત્રાસથી યુવાને કર્યો આપઘાત

0
0

તાંદલજામાં 3 સંતાનના પિતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મકાનમાંથી મળેલી અંતિમ ચિઠ્ઠીમાં પત્ની અને સાસુ-સસરાના ત્રાસથી પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ હતો. તાંદલજા સોદાગર પાર્કમાં રહેતા 38 વર્ષના વસીમખાન ઇકબાલખાન પઠાણે 15 વર્ષ પૂર્વે અમદાવાદની યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેઓના લગ્નજીવનમાં સંતાનમાં 2 પુત્રી અને એક પુત્ર છે. પ્રેમ લગ્ન બાદ વસીમખાન તેમના પિતાથી અલગ રહેતા હતા. તેઓ વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. જે અંગેની પોલીસ મથકમાં અરજીઓ પણ કરાઈ હતી.

મોડી રાતે ગળેફાંસો ખાધો
સોમવારે સાંજે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પત્ની ઘરેથી નીકળી ગઈ હતી. દરમિયાન મોડી રાત્રે ત્રણેય સંતાનોને બેડરૂમમાં સુવડાવી વસીમખાને દરવાજો બહારથી બંધ કરી બીજા રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. સવારે સંતાનોએ દરવાજો ખોલવા બૂમાબૂમ કરતાં પાડોશી દોડી આવ્યા હતા. તેઓએ ઘરમાં આવી જોતાં વસીમખાન ફાંસો ખાધેલી હાલતમાં હતા. પાડોશીઓએ દરવાજો ખોલી ત્રણેય પુત્રીઓને બહાર કાઢી ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. જેને પગલે જેપી પોલીસ દોડી આવી હતી. તપાસમાં 2 પાનાની સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જે.પી. રોડ પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી તેમની પત્નીની શોધખોળ સાથે અંતિમ ચિઠ્ઠી અંગે તપાસ શરૂ કરી છે.

આપઘાત પૂર્વે લખેલી ચિઠ્ઠી – મેરી પત્ની, સાસ-સસુરને મુજે યે કદમ ઉઠાને પર મજબૂર કિયા હૈ
મેરી પત્ની, મેરે સાસ સસુરને મિલકે મેરી જિંદગી બરબાદ કર દી હૈ, પંદરા સાલ પહેલે મેને પત્ની કે સાથ સાદી કી થી. તબસે વો બચ્ચો કો છોડકે અપને મા-બાપ કે કહેને પર ચલી જાતી થી. આજ ભી વો ચલી ગઈ. જો ઓરત કે લિયે મેને અપને પૂરે ઘર ખાનદાન કો છોડા વહી ઓરત બાર બાર મેરે બચ્ચો કો છોડકે ચલી ગઈ. ઇન તીન લોગોને મિલકર મુજે યે કદમ અપનાને પર મજબૂર કિયા હૈ. મેં નહીં ચાહુંગા કે મેરી દો બેટી ઓર એક બેટા મેરે સસુરાલ વાલે કો ની શોપે. મેરે બચ્ચો કો મેરે કિસી ભી ભાઈઓ કો સોંપ દેના.અલ્લાહ હાફિઝ

સિદ્ધનાથ રોડ પર યુવકનો આપઘાત
શહેરના સિદ્ધનાથ રોડ પર આવેલા નિકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા હાર્દિક પાઠક સોલાર પેનલ નાખવાનું કામ કરતા હતા. 2 વર્ષ પહેલાં પત્ની સાથે છૂટાછેડા થતાં પુત્ર અને તેમના પિતા સાથે રહેતા હતા. સોમવારે રાત્રે તેઓએ મકાનના બીજા રૂમમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધો હતો. સવારે ઉઠેલા પુત્રે પિતાને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઇ બુમરાણ મચાવી હતી. જેના કારણે પાડોશી પર આવી પહોંચ્યા હતા. પાડોશીઓએ ઘટના અંગે જાણ કરતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે મૃતદેહ સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાર્દિક પાઠકે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે જાણવા મળ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here