ગાંધીનગર : વાઘેલાએ પહેલા મીડિયાને ગાળો ભાંડી, પછી ઘૂંટણિયે પડી ફરી ગયા, મીડિયાને ગાળો આપતો ઓડિયો વાઇરલ

0
20

ગાંધીનગર. કહેવાય છે કે ‘સિંહ ઘરડો થાય પણ ઘાંસ ન ખાય’ પણ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાલ જ્યાં રાજકીય સન્યાસની સ્થિતિમાં આવી ગયા છે ત્યાં ગમે તેમ કરીને પબ્લિસિટી મેળવવા તૂત કરતા રહે છે. આવું જ એક તૂત કરતા તેમણે કોઈ વ્યક્તિ સાથે ફોન પર વાતચીતમાં સમાચાર માધ્યમોને ગાળો ભાંડી અને પછી જ્યારે તેમનો ખુલાસો માગ્યો ત્યારે તેઓ બીજી જ સેકન્ડે ફરી ગયા અને કહ્યું કે, મારું નિવેદન અમુક મીડિયા પર્સન માટે હતું, બધા માટે નહીં. પોતાના શબ્દો પરથી તરત ફેરવી તોળવું એ શંકરસિંહની જૂની આદત છે. પોતાનું રાજકારણ જીવતું રાખવા માટે તેમણે અનેક વખત જે આટાપાટા ખેલ્યા તેનો કોઈ સંકોચ નહીં અનુભવતા વાઘેલાએ મીડિયાને ભાંડવા માટે આ ટેલિફોનિક વાતચીતનો વીડિયો બનાવડાવી વહેતો કરાવ્યો હતો કે જેથી તેમને પબ્લિસિટી મળે, પણ તેને બદલે તેમની જ ચોમેર ટીકા થી રહી છે.

શંકરસિંહની ગંદી ચાલથી પણ મીડિયા વાકેફ

વાઘેલાએ પોતાના વાર્તાલાપમાં માધ્યમોને કરોડરજ્જુ વિનાના અને કોઇનું થૂંકેલુ ચાટતા અને વાહવાહી કરી સરકાર તરફથી પૈસા મેળવનારા લોકોમાં ખપાવ્યાં. તેમણે તેમ પણ કહી નાખ્યું કે સરકારની જાહેરાતો બંધ થતાં આ બધા ખતમ થઈ જશે. ‘દિવ્ય ભાસ્કરે’ તેમને યાદ કરાવ્યું કે, મીડિયા વર્ષોથી છે, તમે પોતે મુખ્યમંત્રી બન્યા એ ઘટનાક્રમનો સાક્ષી પણ મીડિયાનો પત્રકાર હતો. કેવી રીતે મીડિયાનો દુરુપયોગ કરી તેમણે ગાદી મેળવવા માટે ગંદી ચાલ ચાલી હતી તેનું ગુજરાત સાક્ષી છે. ખજૂરિયા હજૂરિયા પ્રકરણ હોય કે ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોના ભાજપગમનની વાત હોય, શંકરસિંહે જે ભૂમિકા ભજવી હતી તે વાત પણ જગજાહેર છે. એટલે હાલ હાંસિયામાં ધકેલાયેલા વાઘેલાએ સમજવાની જરૂર છે કે કોઈની સામે એક આંગળી કરો તો બાકીની ચાર તમારા પર જ તકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here