આવતીકાલે ખુલશે વૈષ્ણોદેવીના દ્વાર, રોજના માત્ર 2,000 યાત્રાળુઓ કરી શકશે દર્શન

0
6

નવી દિલ્હી : વૈષ્ણોદેવી યાત્રા 16 આવતીકાલથી શરૂ થશે. આઠ પુજારીઓ અને શ્રાઇન બોર્ડના 11 કર્મચારીઓ સંક્રમિત હોવાનું સામે આવ્યા બાદ હવે તેની SOPમાં ફેરફાર કરાયા છે, જેમાં પ્રથમ અઠવાડિયામાં પ્રતિદિવસ માત્ર બે હજાર યાત્રાળુઓ સામેલ થશે. આ યાત્રાળુઓમાં જમ્મુ-કાશ્મીરમાં 1900 તથા અન્ય રાજ્યોના 100 યાત્રાળુઓ હશે. અગાઉ પાંચ હજાર લોકોને સમાવિષ્ટ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. ઈલેક્ટ્રીક વાહનો, પેસેન્જર રોપવે અને હેલિકોપ્ટર સેવા સરળતાથી ચાલશે. કોરોના મહામારીના કારણે આ યાત્રાય ય 18 માર્ચથી બંધ છે.

યાત્રામાં સામેલ થવા ઓનલાઈન નોંધણી ફરજીયાત

શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ કુમારે જણાવ્યું કે, યાત્રામાં સામેલ થવા માટે પહેલા ઓનલાઈન નોંધણી કરાવવી પડશે. અન્ય ક્ષેત્રો અને જમ્મુ-કાશ્મિરના રેડ ઝોન જિલ્લાના લોકોએ તેમની સાથે કોરોના નેગેટિવ રિપોર્ટ પણ લાવવાનો રહેશે. આ રિપોર્ટની તપાસ હેલીપેડ, ડયોઢી ગેટ, બાણગંગા, કટરામાં કરવામાં આવશે. યાત્રાળુઓ માટે માસ્ક, ફેસ કવર પહેરવું ફરજીયાત રહેશે અને તમામ યાત્રાળુઓનું સ્ક્રિનિંગ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, યાત્રા સરળતાપૂર્વક ચાલે તે માટે ઈલેક્ટ્રીક વાહન, યાત્રી રોપવે અને હેલીકોપ્ટર સેવાઓને સામાજીક અંતરનું પાલન કરી ચલાવવામાં આવશે. ભીડ એકઠી ન થાય તે માટે આરતી અને વિશેષ પૂજામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ભક્તોની સુવિધા માટે ક્લોક રૂમ ખોલવામાં આવશે, જ્યારે બ્લેન્કેટ સ્ટોર બંધ રહેશે.

ઘોડા અને પાલખીને હાલ મંજુરી નહીં

યાત્રા દરમિયાન ઘોડા, પાલખીને સામેલ કરવાની મંજૂરી અપાઈ નથી. 10 વર્ષથી ઓછી ઉંમર અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો, સગર્ભાઓ, બિમાર લોકોને યાત્રામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

CEOએ જણાવ્યું કે, ભક્તો માટે માત્ર તાલોકોટ માર્ગ પર બે જગ્યા પર પ્રસાદ કેન્દ્ર ખોલવામાં આવશે. આ પ્રસાદ કેન્દ્રો મફત લંગર અને સાંઝી છતમાં ખોલવામાં આવશે. કટડાથી મંદીર તરફ જવા માટે પારંપરિક માર્ગ બાણગંગા, અર્દધ કુંવારી અને સાંઝી છતનો ઉપયોગ કરવાનો રહેશે, જ્યારે મંદિરથી પરત આવવા માટે હિમકોટી-તારકોટ માર્ગનો ઉપયોગ કરાશે.