Wednesday, September 29, 2021
Homeવલાદ : નદીની કોતરમાં ભેખડ ધસી પડતાં બેના મોત-એકનો બચાવ
Array

વલાદ : નદીની કોતરમાં ભેખડ ધસી પડતાં બેના મોત-એકનો બચાવ

ગાંધીનગર શહેર નજીક આવેલા વલાદ ગામે આજે સવારના સમયે ટ્રેકટર સાથે સાબરમતી નદીની કોતરમાં માટી કાઢવાનું કામ ચાલી રહયું હતું તે સમયે અચાનક જ મસમોટી ભેખડ ધસી પડતાં ગામના જ બે વ્યક્તિઓ દબાયા હતા જયારે ટ્રેકટરનો ચાલક દુર ખસી ગયો હતો. ઘટનાના પગલે દોડધામ મચી ગઈ હતી અને જેસીબી મશીનની મદદથી માટી ખસેડીને ગામના બે વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના અંગે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી રેતી બહાર કાઢવા કિનારા ઉપરની ભેખડોમાંથી માટી પણ કાઢવામાં આવી રહી છે ત્યારે શહેર નજીક આવેલા વલાદ ગામ પાસે સાબરમતી નદીમાં આજે સવારના સમયે વલાદ ગામમાં રહેતા ૪૦ વર્ષીય ભરતજી ડાહયાજી ઠાકોર અને ૩ર વર્ષીય મહેશભાઈ દશરથભાઈ પટેલ ટ્રેકટર સાથે માટી કાઢવા માટે પહોંચ્યા હતા. ભેખડની લગોલગ ટ્રેકટર ઉભુ રાખીને માટી કાઢવામાં આવી રહી હતી તે દરમ્યાન ઉપરથી મસમોટી ભેખડ પડી હતી. જેના પગલે ટ્રેકટરનો ચાલક તુરંત જ ત્યાંથી દુર ભાગી ગયો હતો પરંતુ ત્યાં કામ કરતાં ભરતજી અને મહેશભાઈ આ ભેખડ નીચે દબાઈ ગયા હતા. ડ્રાઈવર સિવાય અન્ય કોઈ વ્યક્તિ આ સમયે અહીં હાજર નહોતા જેથી આ મામલે તુરંત જ ગ્રામજનોને જાણ કરવામાં આવી હતી અને માટી કાઢવાનો પ્રયાસ થયો હતો પરતુ તેમા સફળતા મળી નહોતી. જેસીબી મશીનની મદદથી માટી ખસેડીને ભરતજી અને મહેશભાઈને બહાર કાઢતા તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટના અંગે ડભોડા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. સાબરમતી નદીમાં રેતી બાદ હવે ભેખડમાંથી માટી કાઢવાની આ જોખમી પ્રવૃતિ સામે તંત્રએ પણ ધ્યાન રાખવાની જરૃર છે નહીંતર આ પ્રકારની ઘટનાઓ બનતી રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments