ભાવનગર: જમ્મુ કાશ્મીરનાં અખનૂર સેક્ટરમાં શહીદ થયેલા ભાવનગરના દિલીપસિંહ ડોડિયાના પાર્થિવદેહને અમદાવાદ એરપોર્ટ પર લવાયો હતો. અહીં જીતુ વાઘાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન દવે સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહી શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી. એરપોર્ટ પરથી શહીદ જવાનના પાર્થિવદેહને વલ્લભીપુરના કાનપર ગામે લાવવામાં આવ્યો હતો. ગઇકાલે ગુરૂવારે ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદ જવાનની અંતિમયાત્રા નીકળી હતી. આ પ્રસંગે શહીદની પત્નીના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. અંતમિયાત્રામાં આખુ જોડાયું હતું.
દિલીપસિંહ પત્ની અને પુત્રી સાથે જમ્મુ કાશ્મીરમાં રહેતા હતા
દિલીપસિંહ ડોડીયા જમ્મુ કાશ્મીરનાં અખનૂર સેક્ટરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેની વાન પલ્ટી મારી જતા શહીદ થયા હતા. તેઓ વલ્લભીપુરનાં કાનપર ગામનાં રહેવાસી હતા. શહીદ દિલીપભાઇ ડોડીયાનો પરિવાર કાશ્મીરમાં જ રહે છે. તેમને 3 બહેનો છે. સૌથી નાના ભાઇ હતાં. તેઓ પત્ની અને બે વર્ષની બાળકી સાથે જમ્મુ કાશ્મીરમાં રહેતા હતાં.