Friday, September 17, 2021
Homeવાલોડ : 5 મિનિટ મોડા પડેલા સભાસદોનું દૂધ ન લીઘું તો મંડળીમાં...
Array

વાલોડ : 5 મિનિટ મોડા પડેલા સભાસદોનું દૂધ ન લીઘું તો મંડળીમાં જ 250 લિટર દૂધ ઢોળી નાખ્યું

વાલોડ દૂધ મંડળીમાં છેલ્લા એક માસથી દૂધ ભરવાના સમયમાં ફેરફાર કરાતા છેલ્લા ત્રણ-ચાર દિવસથી સભાસદોમાં રોષ હતો અને થોડી મિનિટો મોડા આવનાર દૂધ ભરનાર સભાસદોનો દૂધ ન લેતા અને બીજા દિવસે પણ દૂધ ના લેવાતું હોવાથી સભાસદોએ મંડળીમાં જ 250 લિટરથી વધુ દૂધ ઢોળી આક્રોશ વ્યક્ત કર્યો હદતો.

વાલોડ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ ખાતે પશુપાલકોનું દૂધ ઉઘરાવી 2 સમયનો દૂધ બી.સી.યુમા ભેગુ કરતા ટેન્કર દ્વારા સુમુલ સુરત ખાતે દૂધ મોકલવામાં આવે છે, વાલોડ દૂધ મંડળી દ્વારા છેલ્લા માસ દરમિયાન દૂધ ભરવાના સાંજના સમયમાં વહેલો કરતા છેલ્લા કેટલાક દિવસથી દૂધ મંડળીના વહીવટદારો સામે પશુપાલકોનો આક્રોશ ધીરે ધીરે વધી રહ્યો હતો, દૂધ વહેલુ ભરવાનો ફતવો મંડળીના સંચાલકોએ બહાર પાડતા વહેલું દૂધ ભરવા આવતા પશુઓનું દૂધ વહેલું દોહવામાં મુશ્કેલી પડતી હોય દૂધ ભરનાર પશુપાલકો મોડા પડી રહ્યા હોવાની હકીકત હતી.

છેલ્લા કલાક દરમ્યાન પશુપાલકો મોડું થઈ જતા દૂધ ભરવા છેલ્લા કલાકમાં સૌથી વધુ પશુપાલકોની લાંબી લાઇન લાગતી હતી, પશુપાલકોના કહેવા મુજબ આઠ વાગ્યે દૂધ લેવાનું બંધ કરી દેવામાં આવતું હતું, જે કોઈ પશુપાલક સાડા સાત વાગ્યે આવીને લાઈનમાં ઊભો હોય તો પણ આઠ વાગ્યા પછીના અરસામાં પશુપાલકોનું દૂધ છેલ્લા કેટલાક દિવસોમાં ન લેવાતા પશુપાલકો દૂધ ઘરે પરત લઇ જતા હતા, પરંતુ આ દૂધ બીજા સમયે લેવામાં ન આવતું હોય અને મંડળીના સંચાલકો વિરુદ્ધ ઘણો વિરોધ હતો.

જેને પગલે આજરોજ મંડળીમાં 11 જેટલા સભાસદોનો દૂધ લેવાનો ઇનકાર કરતા સભાસદોએ મોટી લાંબી રકઝકના અંતે પોતાના કીમતી ઢોરોને ચારો અને મોંઘુંદાટ દાળ ખવડાવીને જે દૂધ ઉત્પાદન કરવામાં આવેલ હતું તે દૂધ ઢોળવામાં આવ્યું હતું, જેને પગલે દૂધ ઢોળતી વખતે કેટલાક પશુપાલકોના આંખમાંથી આંસુ આવી ગયા હતા. આ બાબતે વધુ પૂછપરછ કરતા આ મંડળીમાં છેલ્લા 25 વર્ષથી જે પશુપાલકો દૂધ ભરે છે તેવા 100થી વધુ પશુપાલકોને આજદિન સુધી સભાસદ ન બનાવી નોમીનલ સભાસદ તરીકે જ દૂધ લેવામાં આવી અન્યાય થઇ રહ્યો હોવાની રાવ ઉઠી છે.

5થી 6 લોકો જ રોજ માડું કરે છે

મંડળીના કમિટિ સભ્ય પ્રશાંતભાઈ શાહના જણાવ્યા મુજબ આ મંડળીનો દૂધ ભરવાનો ફેરફાર છેલ્લા માસ દરમિયાન કરવામાં આવ્યો છે. છેલ્લા કલાક દરમિયાન પશુપાલકો સૌથી વધુ આવી જતા હોય અવ્યવસ્થા સર્જતા આઠ વાગ્યા પછી કોઈનું દૂધ લેવામાં આવતું ન હતું જેને પગલે પશુપાલકોએ પોતાનો રોષે ભરાયા હતા અને જેમાં 5-6 વ્યક્તિઓ જ મોડું કરે છે.

પશુપાલકોને નુકસાન પહોંચતા વિરોધ

યુસુફભાઈ શેખ પશુપાલકના જણાવ્યા મુજબ તેઓ દૂધ ભરવા આવતા 08:00 પહેલા જે ખેડૂતો પશુપાલકો દૂધ ભરતા હોય અને લાઈનમાં ઊભા હોય તેમનો દૂધ ન લઈ પશુપાલકોને નુકસાન પહોંચાડવાનો છેલ્લા દિવસોમાં કરવામાં આવતું હોવાથી આજરોજ આ ઘટના બની હતી અને 200 થી 300 લિટર જેટલું દૂધ લોકોએ મંડળીમાં ઢોળી દેવામાં આવ્યું હતું.

પશુપાલકો અંતિમઘડીએ જ પહોંચે છે

મંડળીના મંત્રી નિરવભાઈના જણાવ્યા મુજબ સમયનો ફેરફાર બાબતે લોકોને વિરોધ હોય છેલ્લા કલાક દરમિયાન અતિશય વધારે પ્રમાણમાં પશુપાલકો દૂધ ભરતા હોય દૂધની ગુણવત્તામાં ફરક પડતો હતો, જેને લીધે એપ્રિલ માસમાં સુમુલ દ્વારા રૂ. 147001 નો ઓછી ગુણવત્તાના દૂધ બાબતે ટકોર કરી હતી, આ ઘટના બે વખત બની હોય અમો દ્વારા કડકાઈ દાખવાઇ છે.

મોટા પ્રમાણમાં દૂધ ઢોળી દેવાતા મંડળીના મકામમાં દૂધની રેલમછેલ થઈ

સભાસદોના જણાવ્યા મુજબ વાલોડના દોડકિયા ખાતેથી જે ટેમ્પામાં દૂધ લાવવામાં આવે છે તે દૂધ પણ આ સમય દરમિયાન જ બિસિયુમાં ભરવાનો હોય છે જેથી છેલ્લા કલાકમાં આ દૂધ ભરવાનું હોય સભાસદોનું દૂધ લેવાનું બંધ કરી તે દૂધ બી.સી.યુમાં ભરવામાં આવી રહ્યું હતું જેનો પણ રોષ હતો. આજની ઘટનાને પગલે એક સમયે મંડળીના સંચાલકો અને સભાસદો વચ્ચે હાથ પાઈ થાય એવું લાગી રહ્યું હતું અને મામલો ધમાલ પર ઉતરે એ હદે સંગીન બન્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments