Thursday, November 30, 2023
Homeગુજરાતવલસાડ : અતુલ હાઇવે પર રોડ ક્રોસ કરતાં ભરૂચના 2 યુવકોનું કારની...

વલસાડ : અતુલ હાઇવે પર રોડ ક્રોસ કરતાં ભરૂચના 2 યુવકોનું કારની અડફેટે મોત

- Advertisement -

ભરૂચની મલ્હાર ગ્રીન સીટી ગેલ ટાઉનશીપમાં નદેલાવ ખાતે રહેતા 12 મિત્રો ટેમ્પો ટ્રાવેલર્સ લઈને વાપી ખાતે રહેતા મિત્રને મળવા આવ્યા હતા. 1 દિવસ રોકાઈને બીજા દિવસે ભરૂચ જઈ રહ્યા હતા. અતુલ બ્રિજ ઉપર ટ્રેમ્પો ટ્રાવેલર્સનું ડ્રાયવર સાઈડનું પાછળનું ટાયર ફાટ્યું હતું. જેથી ટ્રાવેલર્સના ચાલકે અતુલ બ્રિજ ઉતરતા ટ્રાવેલર્સ રોડની સાઈડ ઉપર દબાવી ઉભી રાખી હતી. ટ્રાવેલર્સમાંથી સામેની સાઈડ ઉપર આવેલ પેટ્રોલ પમ્પ પાસે ટાયરની દુકાન અંગે ઇન્કવાયરી કરવા જઈ રહ્યા હતા. જે દરમ્યાન સુરતથી વાપી તરફ જતા ફાસ્ટ ટ્રેક ઉપર પસાર થતી એક કારના ચાલકે ભરૂચના 2 યુવાનોને અડફેટે.લઈને અકસ્માત સર્જ્યો હતો. જેમાં ઘટના સ્થળે બંને મિત્રોના કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટના અંગે ટેમ્પો ટ્રાવેલર્સના સંચાલકે કાર ચાલક વિરુદ્ધ રૂરલ પોલોસ મથકે ફરિયાદ નોંધાવી હતી. રૂરલ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.ભરૂચના મલ્હાર ગ્રીન સીટી, ગેલ ટાઉનશીપ પાસે નંદેવાલ ખાતે રહેતા અને રેતી કપચી અને ટ્રાવેલ્સનો વેપાર કરતા ઉમેશભાઈ કરસનભાઈ ગઢવી તેમની સોસાયટીમાં રહેતા 12 જેટલા મિત્રો સાથે વાપી રહેતા તેમના મિત્ર વિક્રમ શાહ ના ઘરે 30 સપ્ટેમ્બરે આવ્યા હતા. વાપી મિત્ર સાથે મુલાકાત કરી તમામ મિત્રો 1લી ઓક્ટોબર 2023ના રોજ સાંજે વાપીથી તેમની ટેમ્પો ટ્રાવેલર્સ ન. GJ-16-AV-5863 લઈને ભરૂચ પરત ફરી રહ્યા હતા. અતુલ હાઇવે ઉપર બ્રિજ ઉપર ટ્રેમ્પો ટ્રાવેલ્સના ચાલક સાઈડનું પાછળનું ટાયર અચાનક ધડાકા ભેર ફાટ્યું હતું. જેથી ટેમ્પો ટ્રાવેલર્સનો ચાલકે અતુલ બ્રિજ ઉતરતા બ્રિજની સાઈડ ઉપર ટેમ્પો ટ્રાવેલર્સ અટકાવ્યો હતો. જે દરમ્યાન ટ્રાવેલ્સમાં સવાર માયુરભાઈ ગીરીશભાઈ બુચ અને મહાવીરસિંહ ભુપેન્દ્રસિંહ ચાવડા રસ્તો ક્રોસ કરી સામેની સાઈડ આવેલા પેટ્રોલ પમ્પ ઉપર ટાયરની દુકાન અંગે ઇન્કવાયરી કરવા જઈ રહ્યા હતા.હાઇવે ક્રોસ કરતી વખતે સુરત મુંબઈ ટ્રેકના ફસ્ટ લેન ઉપર મુંબઈ તરફ જઈ રહેલી કાર ન. GJ-21-AA-5583ના ચાલકે પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે કાર હંકારી લાવી અને રસ્તો ક્રોસ કરી રહેલા ભરૂચના 2 યુવાન મિત્રોને અડફેટે લઇ અકમસ્ત સર્જ્યો હતો. અકસ્માતમાં બંને મિત્રોના ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત કરી કાર ચાલક પોતાની કાર અટકાવી ઉભો રહ્યો હતો. અકસ્માત થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 1 સ્થાનિક લોકોએ 108 ટીમ અને રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ કરી મદદ મેળવી હતી. ઘટના અંગે 108ની ટીમને ઘટનાની જાણ થતાં 108ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને પારડી કુરેશી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.

વલસાડ રૂરલ પોલીસે અકસ્માતને લઈને પ્રભાવિત થયેલો સુરત મુંબઈ હાઇવે ઉપર ટ્રાફિકને નડતર રૂપ વાહન સાઈડ ઉપર કરીને હાઇવે ઉપર ટ્રાફિક સામાન્ય કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઘટના સ્થળેથી કાર ચાલકની અટકાયત કરી પ્રથમીક પૂછપરછ હાથ ધરી હતી. 108ની ટીમે અકસ્માતમાં ઇજાગ્રસ્ત બંને યુવકોને પારડી કુરેશી હોસ્પિટલના ખસેડયા હતા. પારડી કુરેશી હોસ્પિટલના તબીબોએ ઇજાગ્રસ્ત બંને યુવકોને ચેક કરતા બંને યુવકોને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે ટેમ્પો ટ્રાવેલ્સ સંચાલક ઉમેશ ગઠવીએ કાર ચાલક હાર્દિક કિશોર પ્રજાપતિ વિરુદ્ધ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોધી કાર ચાલક હાર્દિક પ્રજાપતિની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular