Tuesday, September 21, 2021
Homeવલસાડ : ઉમરગામના કરજ ગામે કાર્બન અને પાવર પ્રોજેક્ટના વિરોધમાં 450 લોકોની...
Array

વલસાડ : ઉમરગામના કરજ ગામે કાર્બન અને પાવર પ્રોજેક્ટના વિરોધમાં 450 લોકોની આત્મવિલોપનની ચીમકી

વલસાડઃ ઉમરગામમાં આવેલા કરજ ગામમાં 100 એકર જમીનમાં બનનારા મધુરા કાર્બન લિમિટેડના વિરોધમાં 24 ગામના લોકોએ હોબાળો મચાવ્યો હતો. જાહેર લોક સુનાવણીમાં આવેલા અધિકારીઓ સામે લોકોએ કાળા વાવાટા ફરકાવીને કંપનીનો વિરોધ કર્યો હતો. સાથે જ 450 લોકોએ જાહેરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.

ગામ લોકોને લોક સુનાવણીમાં ન જવા દેતા વિરોધ

વલસાડમાં ઉમરગામમાં આવેલા કરજ ગામે જાહેર લોક સુનવણીમાં લોકોએ જાહેરમાં આત્મ વિલોપનની ચીમકી આપી હતી.જીપીસીબી અને મધુરા કાર્બન લિમિટેડ કંપની દ્વારા આયોજિત લોક સુનાવણી વખતે ગામ લોકોને ન જવા દેવાયા હોવાથી લોકોએ વિરોધ પ્રદર્શન કર્યાનું આક્ષેપ સાથે જણાવ્યું હતું.કંપની દ્વારા બનાવતી કાર્બન પ્રોડક્ટ અને પાવર પ્રોજેક્ટનો વિરોધ ગામ લોકો કરી રહ્યાં છે.

જમીન ફાળવાતા વિરોધ

ગામની જમીન કંપનીમાં ફાળવતા વિવાદ ઉભો થયો છે.કંપનીની જમીનથી 200 મીટર દૂર રહેઠાણ અને 500 મીટર દૂર શાળા આવેલી છે.ગામલોકો કંપનીના વિરોધમાં આત્મ વિલોપન કરવા મજબૂર થયા હોવાનું કહ્યું હતું.250 યુવાનો અને 200 મહિલા પણ આત્મવિલોપન કરવા મજબૂર થયા હોવાનું કહ્યું હતું. લોકોએ કલેકટર, મામલતદાર, જીપીસીબી અધિકારીઓ , નેતાઓ અને ડીવાયએસપી સામે અપાઇ ચીમકી આપી છે કે,જો કંપનીને મંજૂરી અપાઇ તો લોકો વલસાડ કલેકટર કચેરી ઉપર આત્મવિલોપન કરશે.કરજ ગામની લોક સુનાવણી વધુ વિવાદિત બની હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments