Thursday, October 21, 2021
Homeવલસાડ : ફિશિંગ બોટનું લાયસન્સ રિન્યુ કરવા 10 હજારની લાંચ લેતા મત્સ્યોદ્યોગ...
Array

વલસાડ : ફિશિંગ બોટનું લાયસન્સ રિન્યુ કરવા 10 હજારની લાંચ લેતા મત્સ્યોદ્યોગ અધિક્ષક ઝડપાયા

સુરતઃવલસાડમાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરીમાં ફરજ બજાવતા મત્સ્યોદ્યોગ અધિક્ષક અને હાલમાં ઈન્ચાર્જ આસિસ્ટન્ટ ડિરેક્ટર જગદી નારાયણ ટંડેલ(ઉ.વ.આ.58)ના 10 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયાં હતાં.

લાયસન્સ માટે રૂપિયા માંગ્યા હતા

કોલક ગામ, મોટીમેડી ફળિયુ, તાલુકા પારડી જી.વલસાડમાં રહેતા જગદીશ ટંડેલએ ફિશિંગ બોટના લાયસન્સ કઢાવવાના તથા રીન્યુ કરવાનુ એજન્ટ તરીકે કામ કરતાં ફરિયાદી પાસેથી કચેરીમાં વી.આર.સી. ટ્રાન્સફરનાં લાયસન્સ અંગેની સાત અરજીઓ આપેલ, જે એક અરજીના લાયસન્સ પેટે આ કામના આરોપીએ ફરીયાદી પાસે લાંચ પેટે રૂા ૧૦,૦૦૦/-ની માંગણી કરી હતી.ફરિયાદી રૂપિયા આપવા ન માંગતા હોવાથી એસીબીનો સંપર્ક કરાયો હતો. એસીબીએ છટકું ગોઠવ્યું હતું જેમાં ફરિયાદીએ ઓફિસમાં જ 10 હજાર રૂપિયા આપતાં આરોપી જગદીશ ટંડેલ રંગેહાથ ઝડપાયાં હતાં. હાલ એસીબીએ આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments