Saturday, June 3, 2023
Homeગુજરાતવલસાડ : ST બસમાં દારૂની હેરાફેરી કરતી 7 મહિલાઓ ઝડપાઇ

વલસાડ : ST બસમાં દારૂની હેરાફેરી કરતી 7 મહિલાઓ ઝડપાઇ

- Advertisement -

ગાંધીનગર ST વિભગની વિજીલન્સની ટીમ વલસાડ જિલ્લામાં STમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ચેકીંગ કરી રહી હતી. જે દરમ્યાન વાપી કંબોઈ બસમાં ચેકીંગ કરતા 7 મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. મહિલાઓ સીટ નીચે દારૂનો જથ્થો છુપાવી સુરત, નવસારી અને વાઘલધરા ની મહિલાઓને ઝડપી પાડી હતી. STની વિઝીલન્સની ટીમે 287 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વલસાડ સીટી પોલીસ મથકે 7 મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ગાંધીનગર ST વિઝીલન્સની રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં ST બસનું ચેકીંગ કરી રહી હતી. આજે વલસાડ જિલ્લામાં વિઝીલન્સની ટીમ વલસાડ જિલ્લામાં ચેકીંગ કરી રહી હતી.

જે દરમ્યાન વાપી કંબોઈ બસમાં વિઝીલન્સની ટીમ ચેકીંગ કરી રહી હતી. જે દરમિયાન 7 મહિલાઓ વિદેશી દારૂના જથ્થા સાથે ઝાડપી પાડી હતી. મહિલાઓ સીટ નીચે વિદેશી દારૂનો જથ્થો છુપાવી જઈ રહી હતી. વિઝીલન્સની ટીમેં ચેક કરતા ઉદવાડાથી 7 મહિલાઓ સુરત, નવસારી અને વાઘલધરાની ટિકિટ મળી આવી હતી. વલસાડ સીટી પોલીસ મથક હદ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 7 મહિલાઓને ઝડપી પાડી હતી. STની વિઝીલન્સની ટીમે 27 હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. STની વિઝીલન્સની ટીમે વલસાડ સીટી પોલીસને દારૂનો જથ્થો અને મહિલાઓને પોલીસ હવાલે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ સીટી પોલીસ મથકે ગુનો નોંધી 287 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular